કોળા ના ફાયદા અને નુકશાન | કોળા નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

કોળા ના ફાયદા - કોળા ના નુકશાન - કોળું ખાવાના ફાયદા - કોળું ના ફાયદા - pumpkin benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ મા વાંચો કોળા ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત,કોળું ખાવાના ફાયદા,કોળું ના ફાયદા,કોળું ના નુકસાન, pumpkin benefits in Gujarati.

કોળું વિશે માહિતી | Pumpkin Details in Gujarati

કોળા નાના-મોટા, ગોળ-લંબગોળ એમ ઘણી જાત ના થાય છે. પરંતુ કોળા માં ભૂરા અને લાલ એમ બે મુખ્ય પ્રકાર છે.

શાક માટે લાલ કોળું વાપરવામાં આવે છે. લાલ કોળું મીઠું હોવાથી ગુજરાત માં તેને સાકર કોળું પણ કહે છે. સફેદ કે ભૂરું કોળું હલવો કે પાક બનાવવામાં વપરાય છે.

Advertisement

ઔષધો બનાવવામાં પણ સફેદ કોળું નો ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં કોળું વિશેષ પ્રમાણ માં વાપરવામાં આવે છે.

કોળું માં વિટામીન “A’ “C” “E” અને આયરન, તાંબૂ, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો સામેલ છે.

તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે જેમકે, એક્સથીન, કેરોટીન, અને લ્યુતીન.

તો ચાલો જાણીએ કોળું ના અનેક ઘરગથ્થું ઉપાયો, સાથે સાથે કોદુનો ઉપયોગ સ્કીન માટે, કોળું વાળ માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે અને કોળું ના અમુક નુકસાનો.

કોળા ના ફાયદા અનિદ્રા ની સમસ્યા મા

એક કોળું લઇ, તેના ઉપરની છાલ ઉતારી, કાપીને અંદર નો ગર્ભ અને બીજ કાઢી નાખો. તેના નાના નાના પાતળા કટકા કરી પાણી માં અધકચરા બાફીને પાણી નીતારી લેવું.

પછી બાફેલા કટકાને તેની બમણી સાકર ની ચાસણી માં નાખવા.

કેસર અને એલચી દાણા પણ નાખી શકાય. આ મુરરબો ખાવાથી માથાની ગરમી, અને અનિદ્રા ની સમસ્યા માં રાહત મળે છે.

કોળા નો ઉપયોગ પિત્ત પેસાબ ની બળતરા માટે

એક નાનું કોળું લઇ તેને ખમણી તેને ઘી સાથે શેકવા મુકો. દૂધીના બીજ, કોળુંના બીજ, કાકડીના બીજ, તરબૂચના બીજ બદામ, અને એલચી આ બધાને સરખે ભાગે લઈને અધકચરા ખાંડી તેને ઘી સાથે સેકેલા કોળા માં નાખી ઘી માં સારી રીતે સાંતળો.

બરાબર સંતળાઈ જાય એટલે તેમા સાકાર નાખીને ફરી શેકવા દેવું અને હલવો બનાવો.

આ કોળા નો હલવો, બાળકો, વિદ્યાર્થીઓ, વૃધ્ધો, વગેરે માટે ખુબ જ લાભકારી છે.

તેની સાથે સાથે પિત્ત કે ગરમ પ્રકૃતિ વાળા, પેશાબની બળતરા વાળા વ્યક્તિઓ માટે આ હલવો સવારે નરણા કોઠે ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.

કોળા ના ફાયદા તાવ, હેડકી, હૃદયરોગ, એસીડીટી જેવી વિવિધ સમસ્યામાં

કોળા ના બાફેલા કટકા નો રસ, સાકર, ઘી, બાફેલા કોળા કટકા અને અરડુસી નો રસ આ બધું મિક્ષ કરી તેને ધીમા તાપે પકાવવું.

ઘાટું થાય એટલે તેમાં હરડે, આંબળા, ભોરંગમૂળ, તજ, તમાલપત્ર, અને એલચી આ બધા નું સરખે ભાગે ચૂર્ણ કરી લો,

તૈયાર કેરેલ ચૂર્ણ મા સુંઠ, ધાણા, મરી, અને પીપળી મૂળ નું ચૂર્ણ અને મધ નાખીને પાક તૈયાર કરીને કાચની બરણી માં ભરીને રાખી દો.

આ પાકનું સેવન રોજ સવારે કરવાથી કોઢ, તાવ, હેડકી, હૃદયરોગ, એસીડીટી, અને શરદી અને તાવ ને મટાડે છે.

કોળા ના ફાયદા પાચન શક્તિ અને ચહેરા પર ચમક લાવવા

કોદુને છોલી તેમાંથી તેના બીજ કાઢીને તેના ગર્ભને પાણીમાં નાખીને પકાવવો. પછી તેને ગાળી લેવું, ગાળેલું પાણી અને પકવેલા ગર્ભ અલગ અલગ રાખવો.

ત્યારબાદ પાકેલા ગર્ભ ને ઘી નાખીને બ્રાઉન રંગ નું થાય ત્યાં સુધી સેકો ત્યારબાદ તેમાં કોળું નો અલગ રાખેલ રસ અને ખાંડ નાખીને હળવા જેવું તૈયાર કરો.

પછી તેમાં પીપળ, સુંઠ અને જીરા નો ભુક્કો, ધાણા, તમાલપત્ર, એલચીદાણા મરી અને તજ નો ભુક્કો નાખીને પંદર થી વીસ મિનીટ સુધી હલાવવું. બરાબર મિક્ષ કરીને ઠંડુ થાય એટલે તેમાં મધ નાખવું.

આ હલવાને નિયમિત ત્રણ મહિના સુધી એક એક ચમચી સવાર સાંજ ખાવથી અને ઉપર ગાય નું દૂધ પીવાથી શરીર નું વજન વધે છે, ચહેરા પર ચમક આવે છે, અને પાચન શક્તિ ખુબ જ વધે છે.

કોળા ના ફાયદા અને વિવિધ ઘરેલું નાના નાના ઉપચાર

આ હલવાનું સેવન કરવાથી લોહીની ખોટી ગરમી દૂર થાય છે, હૃદય મજબૂત બને છે, આતરડા મજબૂત બને છે, ફેફસાં અને મગજ ને પણ મજબૂત બનાવે છે.

કોળું ના મૂળના ભુક્કા ને અને સુંઠ નો ભુક્કો મિક્ષ કરીને દિવસ માં બે થી ત્રણ વાર સેવન કરવાથી શ્વાસરોગ મટે છે.

કોળુંના રસ માં સાકર નાખીને પીવાથી એસીડીટી મટે છે.

બ્રાઉન કોળું સુકવી, તેનું ચૂર્ણ કરીને અથવા તેનું શાક કરીને ખાવાથી અથવા તેનો પાક બનાવીને ખાવાથી કોઢ/રક્તપિત્ત માં ફાયદો થાય છે.

ભૂરા કોળું નું ઘીમાં શાક બનાવી ખાવાથી અથવા તેનો રસ કાઢી તેમાં ખાંડ મેળવી સવાર સાંજ અડધો કપ પીવાથી સ્ત્રીઓને વધારે માસિક આવતું હોય, શરીર માં બળતરા રહેતી હોય, લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો થાય છે.

કોળું ના રસ ને હિંગ અને જવખાર મિલાવીને પીવાથી પથરી માં ફાયદો થાય છે.

પમ્પ્કીન કોળું નું સેવન કરવાથી કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે, ડાયાબીટીશમાં કોળું નો રસ પીવો ફાયદાકારક છે.

કોળું નો ઉપયોગ તૈલીય ત્વચા અને શુષ્ક ત્વચા માટે

જો તમારી ત્વચા તૈલીય છે તો એક ચમચી સફરજન ના સિરકા માં એક ચમચી પાકા કોળું ની પેસ્ટ ને મિલાવીને ફેસપેક તૈયાર કરો.

આ ફેસપેક ચહેરા પર લગાવીને તેને ૩૦ મિનીટ સુધી રાખીને સુકાઈ જાય એટલે નવસેકા પાણી થી ચહેરો ધોઈ લો અને પછી ઠંડા પાણી થી પણ ચહેરો સાફ કરવો

તમારી ત્વચા એકદમ મુલાયમ થઇ જશે અને જો તમારી ત્વચા શુષ્ક છે તો

બે ચમચી પાકા કોળું ની પેસ્ટ, અડધી ચમચી મધ અને ૧/૪ દૂધ લઈને સારી રીતે મિક્ષ કરીને પેક તૈયાર કરો અને ચહેરા પર ૧૦ થી ૧૫ મિનીટ સુધી રહેવા દઈને નવસેકા પાણી વડે ધોઈને સાફ કરી લો, ફાયદો થશે.

પમ્પ્કીન ના ફાયદા તે ત્વચા માટે એન્ટી એન્જીંગ નું કામ કરે છે

કોળું માં વિટામીન C અને એન્ટી ઓક્સીડેન્ટ સારા પ્રમાણ માં હોય છે. તેમાં બીટા કેરોટીન પણ સામેલ છે. જે ત્વચા ને સૂર્ય ની કિરણો થી થતા સન બર્ન થી રક્ષણ અપાવે છે, અને ત્વચા ને કસાવ આપે છે.

પમ્પ્કીન મા કોલેઝોન ના પ્રમાણ ને વધારવાની ક્ષમતા ખુબ જ હોય છે. જે ત્વચા પર કરચલીઓ પડવા દેતી નથી માટે ઉપયુક્ત ફેસપેક ને લગાવવાથી ત્વચા માં અવશ્ય સુધાર આવે છે.

કોળું ના ફાયદા તે ડાર્ક સ્પોટ્સ ને દૂર કરે છે

ચહેરા પર પડેલા કાળા ડાઘ ધબ્બા દૂર કરવા માટે પ્મ્પ્કીન નો ઉપયોગ ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. તેના માટે નીચે આપવામાં આવેલો ફેસપેક જરૂર થી ટ્રાય કરો.

૧ ચમચી કોળું ની પેસ્ટ, ૧ ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ, અને ૧ વિટામીન E ની કેપ્સ્યુલ. આ બધી સામગ્રીને સારી રીતે મિક્ષ કરીને ચહેરા પર લગાવીને ૩૦ મિનીટ સુધી રહેવા દો.

ત્યાર બાદ નવસેકા પાણી ની મદદ થી ચહેરો ધોઈ લો. ત્વચા માં ખુબ જ સારી ચમક આવી જશે અને ડાઘ ધબ્બા ઝડપથી નીકળી જશે. આ ફેસપેક નો ઉપયોગ તમેં અઠવાડિયા માં બે વખત કરી શકો છો.

કોળા નો ઉપયોગ વાળ માટે

કોળું માં પોટેશિયમ અને ઝીંક ની માત્રા સારી એવી હોય છે. પોટેશિયમ વાળ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ઝીંક કોલેઝ્ન નું પ્રમાણ ને લેવલ માં રાખે છે.

જો તમારા વાળ શુષ્ક થઇ ગયા છે તો કોળું નો ઉપયોગ કન્ડીશનર તરીકે કરી શકો છો.

તેના માટે, ૨ કપ પાકું કોળું, ૧ મોટી ચમચી નારિયેળ નું તેલ, ૧ મોટી ચમચી મધ, અને એક મોટી ચમચી દહીં લઇ ને હૈર પેક તૈયાર કરી લો.

આં હેર પેક ને વાળ માં લગાવી નાખો. અને શાવર કેપ પહેરી લો, ૧૫ મિનીટ સુધી રહેવા દઈ ને વાળ ને સારી રીતે ધોઈ લો.

કોળું ના નુકસાન | કોળા ના નુકશાન

આપણે કોઈ પણ વસ્તુ નો લાભ ત્યારે જ લઇ શકીએ છીએ જયારે તેનો ઉપયોગ સીમિત માત્રા માં કરવામાં આવે. વધારે માત્રા માં ઉપયોગ કરવાથી નુકસાન પણ થઇ શકે છે.

જે લોકો ના શરીર માં શુગર લેવલ ઓછું હોય છે તેઓએ કોળું નું સેવન કરવું જોઈએ નહિ. કારણકે કોળું માં મેથ્લોન નામનું અર્ક હોય છે જે શુગર લેવલ ને ઓછું કરી શકે છે.

Pumpkin – કોળું માં વિટામીન એ ની માત્રા ખુબ જ હોય છે, જો કોળું નું સેવન વધારે પ્રમાણ માં થઇ જાય છે તો આ વિટામીન શરીર માં વધુ થઇ જાય છે અને તેનાથી શરીર ને નુકસાન થઇ શકે છે.

કોળા ને લગતા કેટલાક મુજવતા પ્રશ્નો

pumpkin in gujarati

pumpkin ને ગુજરાતી મા “કોળું” અને કોળા તરીકે ઓળખવામાં આવે છે

કોળા ને અંગ્રેજી મા શું કહેવાય છે? kodu vegetable in english

અંગ્રેજી મા કોળા ને Pumpkin તરીકે ઓળખવામાં આવે છે

શું કોળું તમારા પેટ માટે ફાયદાકારક છે?

કોળું એ ફાઈબર મેળવવા નો એક ઉત્તમ સ્ત્રોત છે અને ફાઈબર એ આપણા પાચનતંત્ર માટે ખુબજ ફાયદાકારક છે એક પુખ્તવયના વ્યક્તિ ને એક દિવસ ની અંદર ૨૫ થી ૩૮ ગ્રામ ફાયબર ની જરૂરત પડે છે

કોળું ખાવાના નુકશાન | side effects of pumpkin

વધુ માત્રામાં જો કોળા નું સેવન કરવામાં આવે તો તમને ગેસ, કબજિયાત અને પેટ ફૂલવા ની સમસ્યા થઇ શકે છે

એક દિવસ મા કેટલું કોળું ખાવું જોઈએ?

જો તમે એક દિવસ મા આશરે ૩૦ ગ્રામ જેટલા કોળા નું સેવન કરો છો તો તમારા શક્રીર ને જરૂરી પ્રોટીન,હેલ્ધી ફેટ્સ, જરૂરી માત્રામાં ફાઈબર, મેગ્નેશિયમ અને બીજા ઘણાબધા પોશાક્તાત્વો મળી રહે છે

કોળા ની અંદર ક્યાં ક્યાં વિટામીન અને પોશાક્તાત્વો હોય છે?

કોળા ની અંદર વિટામીન A, વિટામીન B2, વિટામીન C, વિટામીન E જેવા વિટામિન્સ અને આયરન , કોપર,મેગેનીઝ અને પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલ છે

શું કોળા ના બીજ એ પોટેશિયમ મેળવવાનો સારો સ્ત્રોત છે?

Pumpkin seeds કોળા ના બીજ ને પોટેશિયમ મેળવવા નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે એક કપ કોળા ના બીજ ની અંદર આશરે ૫૮૮mg હોય છે જયારે એક મધ્યમ કદ ની કેળા ની અંદર આશરે ૪૨૨mg પોટેશિયમ હોય છે 

Pumpkin benefits in Gujarati

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી કોળા ના ફાયદા, કોળા ના નુકશાન, કોળું ખાવાના ફાયદા, કોળું ના ફાયદા, pumpkin benefits in Gujarati પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ડ્રાય સ્કીન થવાના કારણો અને તેના ઘરેલું ઉપાયો | Dry Skin Solutions Gujarati

જીરું ના ફાયદા તેમજ જીરું નો ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગ કરવાની માહિતી | Jiru na fayda

ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા | dhana na fayda

વિવધ પ્રાણીઓ ના દૂધ પીવાના ફાયદા | દૂધ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Dudh na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement