શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit recipe gujarati

શક્કરિયા નો ચાટ બનાવવાની રીત - shakkariya chaat recipe in gujarati - shakkariya no chaat banavani rit - શક્કરિયા ચાર્ટ બનાવવાની રીત
Image credit – Youtube/Saffron Trail
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શક્કરિયા નો ચાટ બનાવવાની રીત – shakkariya chaat recipe in gujarati શીખીશું. આ ચાર્ટ તમે સાંજ ના નાસ્તામાં બનાવી ને ખાઈ શકો છો. do subscribe Saffron Trail YouTube channel on YouTube  If you like the recipe.  શક્કરિયા માં સારી માત્રા માં ફાઈબર રહેલ હોય છે જે પાચન માટે ખૂબ લાભકારી છે તો ચાલો જાણીએ શક્કરિયા ચાર્ટ બનાવવા – shakkariya no chaat banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

શક્કરિયા ની ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલ શક્કરિયા 1-2
  • ઘી / તેલ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્તોનલ છે)
  • લીલા ધાણા ઝીણા સમારેલા 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1
  • ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લીંબુનો રસ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • આંબલી ની ચટણી જરૂર મુજબ

ચાટ ને ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • દાડમ દાણા
  • શેકેલ  / મસાલા વાળા સીંગદાણા
  • લીલા ધાણા સુધારેલા
  • ચાર્ટ મસાલો

શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya chaat recipe in gujarati

શક્કરિયા ચાર્ટ બનાવવા સૌ પ્રથમ શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કુકર મા એક ગ્લાસ પાણી નાખી સાફ કરેલ શક્કરિયા નાખી કુકર બંધ કરી એક બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો

ત્યાર બાદ કુકર ખોલી શક્કરિયા ને કાઢી થોડું ઠંડું થવા દયો ને ઠંડુ થાય એટલે છોલી ને એના નાના નાના કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો સાથે જરૂરી બધી સામગ્રી સુધારી ને તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈ માં કે તવી પર તેલ અથવા ઘી ગરમ કરી એમાં છૂટા છૂટા શક્કરિયા ના કટકા નાખી મીડીયમ તાપે બધી બાજુ ઉથલાવી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

Advertisement

હવે એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા , ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ ,લીલી ચટણી જરૂર મુજબ, આંબલી ની ચટણી જરૂર મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં શેકી રાખેલ શક્કરિયા નાખી મિક્સ કરી લ્યો

તૈયાર ચાર્ટ ને પ્લેટ માં નાખી ઉપર  દાડમ દાણા, લીલા ધાણા, શેકેલ / મસાલા સીંગદાણા અને ચાર્ટ મસાલો છાંટી ગાર્નિશ કરી સર્વ કરો શક્કરિયા ચાર્ટ.

shakkariya no chaat banavani rit | શક્કરિયા ચાર્ટ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Saffron Trail ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગીસોડા નું શાક બનાવવાની રીત | ગીશોડા નું શાક | gisoda nu shaak banavani rit

વાલોર નુ શાક બનાવવાની રીત | valor nu shaak banavani rit | valor nu shaak recipe in gujarati

હેલ્થી જ્યુસ બનાવવાની રીત | healthy juice banavani rit

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit | bajri na rotla

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement