પાનકમ બનાવવાની રીત | Panakam banavani rit | Panakam recipe in gujarati

પાનકમ બનાવવાની રીત - Panakam banavani rit - Panakam recipe in gujarati
Image credit – Youtube/Krishna's Cuisine
Advertisement

 નમસ્તે મિત્રો આજે આપણે પાનકમ બનાવવાની રીત – Panakam banavani rit શીખીશું. આ પાનકમ એ એક સાઉથ ઇન્ડિયન પીણું છે જે રામનવમી પર તૈયાર કરી ભગવાન રામ ને ભોગ રૂપે ધરાવવામાં આવે છે, do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube If you like the recipe , ત્યાર બાદ પ્રસાદી રૂપે બધા ગ્રહણ કરે છે. આ પાનકમ ચૈત્ર મહિના ની શરૂઆત માં પડતી ગરમી પાડવા ના કારણે પેટ ઠંડક આપવા માટે અને ગરમી માં લું માંથી બચવા માટે બનાવવામાં આવે છે અને ગુજરાત માં પણ આ ગોળ મરી વાળુ પાણી ગરમી દરમ્યાન બનાવી ને પીવા માં આવે છે તો ચાલો જાણીએ Panakam recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પાનકમ બનાવવા જરૂરી સામગ્રી

  • છીનેલો ગોળ ½ કપ
  • સૂંઠ પાઉડર ¼ કપ
  • મરી 4-5
  • એલચી 1-2
  • પાણી 3 કપ

પાનકમ બનાવવાની રીત | Panakam recipe in gujarati

પાનકમ બનાવવા સૌપ્રથમ ગોળ ને ઝીણો ઝીણો અડધો કપ સુધારી લ્યો અને એક તપેલીમાં નાખો હવે એમાં ત્રણ કપ પાણી નાખી ને ચમચા થી હલાવી ને ગોળ ને ઓગળી લ્યો,

ગોળ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો (અહી તમે ગોળ માં થોડી વાર પાણી નાખી ને પલાળી મૂકશો તો દસ પંદર મિનિટ માં ગોળ પાણીમાં ઓગળી જસે)

Advertisement

ગોળ બરોબર ઓગળી જાય એટલે એને ગરણી થી ગાળી લ્યો જેથી કોઈ કચરો હોય તો નીકળી જાય ને ગોળ વાળુ પાણી એક બાજુ મૂકો હવે ખાંડણી માં એક બે એલચી અને મરી નાખી ધાસ્તા થી ફૂટી ને તાજો પાઉડર તૈયાર કરી લ્યો ( અહી તમે મિક્સર માં પીસી ને પણ પાઉડર તૈયાર કરી શકો છો )

પીસેલા પાઉડર ને ગોળ વાળા પાણીમાં નાખો ને સાથે સૂંઠ પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો (અહી તમને એક લીંબુ નો રસ નાખવો હોય તો એ પણ નાખી શકો છો અને સર્વ કરતી વખતે બરફ પણ નાખી શકો છો ) ને ભગવાન ને ધરાવી ને પ્રસાદી રૂપે ગ્રહણ કરો ને ગરમી ને દુર કરો તો તૈયાર છે પાનકમ.

Panakam banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત | Tameta ni greavy banavani rit

દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit

બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત | Bachela bhat mathi dhosa banavani rit

લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવાની રીત | Lili chutney nu premix recipe in gujarati

ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement