મલટ્રીગ્રેન લોટ ના મેથી પરોઠા | Mulit grain lot na methi na parotha

મલટ્રીગ્રેન લોટ ના મેથી પરોઠા બનાવવાની રીત - Mulit grain lot na methi na parotha banavani rit
Image credit – Youtube/Nitu's Veggie Kitchen and Life Style
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મલટ્રીગ્રેન લોટ ના મેથી પરોઠા બનાવવાની રીત – Mulit grain lot na methi na parotha banavani rit શીખીશું. do subscribe Nitu’s Veggie Kitchen and Life Style YouTube channel on YouTube  If you like the recipe આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા હોય છે ને ટિફિન કે લંચબોકસ માટે પણ તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ મલટ્રીગ્રેન લોટ માંથી મેથી પરોઠા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મલટ્રીગ્રેન લોટ ના મેથી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 4-5 ચમચી
  • મલટ્રીગ્રેન લોટ 150 ગ્રામ અથવા 1 ¼ કપ
  • મેથી 200 ગ્રામ
  • સફેદ તલ 2-3 ચમચી
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • અજમો ½ ચમચી
  • કલોંજી ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • દહી જરૂર મુજબ

મલટ્રીગ્રેન લોટ ના મેથી પરોઠા બનાવવાની રીત

મલટ્રીગ્રેન લોટ માંથી મેથી પરોઠા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી ધોઈ ને નિતારી કોરી કરી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા મિક્સર જારમાં પ્લસ મોડ માં બે વખત ફેરવી નાખો એક બાજુ મૂકો

હવે એક મોટા વાસણમાં મલટ્રીગ્રેન લોટ અને બેસન નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, આદુ લસણ પેસ્ટ  ( જો લસણ ના ખાતા હો તો ના નાખવું) , તેલ, સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો, કલોંજી, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ અને સુધારેલી કે પીસી રાખેલ મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

હવે એમાં થોડુ થોડુ દહી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના પરોઠા ને તેલથી ગ્રીસ કરેલ પાટલા પર વણી લ્યો અથવા  કોરો લોટ લઈ વણી લ્યો અથવા પ્લાસ્ટિક વચ્ચે મૂકી ને વણી લ્યો

 ત્યાર બાદ ગેસ પર તવી ગરમ કરો એમાં વણેલ પરોઠા ને નાખી બને બાજુ શેકો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી શેકી લ્યો તો તૈયાર છે પરોઠા જેને દહી ચટણી કે અથાણાં સાથે ગરમ ગરમ કે ઠંડા સર્વ કરો મલટ્રીગ્રેન લોટ માંથી મેથી પરોઠા.

Mulit grain lot na methi na parotha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nitu’s Veggie Kitchen and Life Style ને Subscribe કરજો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તવા મસાલા ઈડલી બનાવવાની રીત | tawa masala idli banavani rit | tawa masala idli recipe in gujarati

પાલક પૌવા ની કટલેસ બનાવવાની રીત | palak pauva ni cutle banavani rit

બટાકા ના ફરાળી ભજીયા બનાવવાની રીત | bataka na farali bhajiya banavani rit | bataka ni farali bhajiya recipe in gujarati

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | indori pauva banavani rit | indori poha recipe in gujarati

પરવળની મીઠાઈ બનાવવાની રીત | parwal ni mithai banavani rit | parwal ni mithai recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement