કેસુડા ના ફાયદા | કેસુડા નો અલગ અલગ ઉપયોગ કરી મેળવો ૧૫ સમસ્યા મા ફાયદો

kesuda na phool na fayda in Gujarati - કેસુડા ના ફાયદા
Advertisement

આ આર્ટીકલ ની અંદર વાંચો કેસુડાં નું સેવન કરવાની રીત અલગ અલગ રીત  અને કેસુડાં નું સેવન કરવાથી 15 સમસ્યા મા થતા ફાયદા, કેસુડા ના ફાયદા, kesuda na phool na fayda in Gujarati

કેસુડા ના ફાયદા

ગર્મીઓ ની શરૂઆત થતા ની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુ ની શરૂઆત થવા લાગે છે. પાનખર ની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે લાલ કલર ના ફૂલો આપણા મન ને શાંતિ આપે છે.

આ ફૂલ દેખાવ માં જ એટલા સુંદર હોય છે કે ગમે તે વ્યક્તિ નું મન તેને જોઈ ને મોહિત થઇ જાય છે. તેનો ઉપયોગ ઘણી બધી આયુર્વેદિક દવાઈ માં કરવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ કેસુડાં ના ફૂલ ની.

Advertisement

આપણે કેસુડા ને ખાખરા ના ઝાડ થી પણ ઓળખીએ છીએ.

તો ચાલો વધારે વાત ના કરતા આજે આપણે જાણીએ આ લાલ રંગ ના મન ને મોહિત કરતા ફૂલ ના અનેક લાભાલાભ વિશે

Kesuda na phool na fayda in Gujarati

કેસુડા ના ફાયદા ડાયાબીટીસ મા અને તેનું સેવન કરવાની રીત.

ડાયાબીટીસ વાર દર્દી માટે કેસુડો ઘણો ફાયદેમંદ સાબિત થાય છે. કેસુડાં ના સુકેલા ફૂલ બજારમાં મળી જ રહે છે.

આ ફૂલ નો ભૂકો કરી ને તેમાં સાકર મિલાવી ને નિયમિત રીતે ૨ગ્રામ જેટલું આ મિશ્રણ નું સેવન કરવાથી ફાયદો થાય છે.

કેસુડાં ના ફૂલ ને રાત્રે પાણી માં પલાળી ને સવારે આ પાણી પીવાથી ડાયાબીટીસ માં રાહત મળે છે.

આંખો ના અનેક રોગો માં ફાયદાકારક.

કેસુડાં ના મુળિયા નો અર્ક ના રસ નું એક ટીપું આંખો માં નાખવાથી આંખો માં ઝાંઝવા પડવા, ફોડકી થવી, જેવી અનેક બીમારી માં કામ કરે છે. મોતિયો થયો હોય તેમાં પણ આ અર્ક નો રસ ફાયદો કરે છે.

કેસુડો નાકોડી ફૂટવી (નાક્સીર) એમાં પણ અકસીર ઈલાજ છે.

kesuda na phool – કેસુડાં ના ફૂલ ને રાત આખી પાણી માં પલાળી રાખો. સવારે ગાળી ને સાકર નાખી ને પી જવાથી જરૂર થી ફાયદો કરે છે.

કેસુડા ના ફાયદા થાઇરોડ ના રોગ મા પણ.

કેસુડાં ના ડાળખી અથવા તો તેના મુળિયા ને ઘસી ને થાઇરોડ વાળી જગ્યા એ લેપ બનાવી ને લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે.

પાચનશક્તિ સુધારે છે.

કેસુડાં ના મૂળ ને તાજા તોડી ને તેનો રસ કાઢી ને ચાર થી પાંચ ટીપા નાગરવેલ ના પાંદ સાથે ખાવાથી પાચનશક્તિ માં સુધારો થાય છે.

અફારો (પેટ નું દુખવું) માં કેસુડો ઉપયોગી છે.

કેસુડાં ની છાલ અને સુંઠ ને મિક્ષ કરી ને કાળો બનાવી લો. હવે કાળો ૩૦ થી ૪૦ મીલીલીટર દિવસ માં બે થી ત્રણ વાર પીવાથી પેટ ના દુખાવામાં જરૂર થી અસર કરે છે.

કેસુડા ના ફાયદા તે પેટ ના કરમિયા દૂર કરે છે 

આમ તો કરમિયા નાના બાળકો ને બહુ જ થતા હોય છે.છતાય પણ જો મોટી વ્યક્તિ ને પણ થાય તો કેસુડાં ના ફૂલ ના બીજડા નું ચૂર્ણ બનાવી ને દિવસ માં બે થી ત્રણ વાર સેવન કરવાથી કરમિયા મરી જાય છે.

કેસુડા ના ફાયદા તે હરસ ની સમસ્યામાં ખુબ જ લાભકારી છે.

કેસુડાં ના તાજા તોડેલા પાંદ માં ગાય નું ઘી અથવા દહીં ની મલાઈ સાથે ખાવાથી હરસ માં જરૂર થી ફાયદો થાય છે.

જો હરસ ની સમસ્યા બહુ જ વધી ગઈ હોય અને લોહી નીકળતું હોય તો કેસુડાં ની છાલની ભસ્મ બનાવી ૧૦ થી ૨૦ ગ્રામ જેટલી ભસ્મ ને ગાય ના ઘી સાથે મિક્ષ કરી ને ચાટવાથી ખુબ જ લાભ થાય છે.

નિયમિત રીતે થોડાક દિવસ કરવાથી કેસુડા ના ફાયદા દેખાય છે.

ઝાડા થયા હોય તો તેમાં પણ ઉપયોગી.

કેસુડાં ના બીજડા ૧ ચમચી, ૧ ચમચી બકરી નું દૂધ, બન્ને ને મિક્ષ કરી ને જમ્યા પછી સાવર સાંજ સેવન કરવાથી ઝાડા માં તરત જ રાહત થાય છે.

પેશાબ માં બળતરા થતી હોય તો પણ કેસુડો છે ઉપયોગી.

કેસુડાં ના ફૂલ ને ઉકાળી ને ગરમ ગરમ ફૂલ ને પેડુ પર બાંધવાથી પેશાબ ની બળતરા માં જલ્દી થી લાભ થાય છે. કેસુડાં ના ફૂલ તેની છાલ તેના મુળિયા તેનો ગર્ભ આ બધા ને સપ્રમાણ માત્રા માં લઇ ને એક ચૂર્ણ જેવું બનાવી લો.

આ ચૂર્ણ માં સાકર મિલાવી ને ૯ ગ્રામ જેટલું નિયમિત દૂધ સાથે પીવાથી જરૂર ફાયદો થાય છે.

સંધીવા માં બહુ જ ફાયદાકારક છે.

કેસુડાં ના ફૂલ ના બીજ ને પીસી ને મધ સાથે મિક્ષ કરી ને દર્દ વારી જગ્યા એ બાંધવાથી સંધી વા માં ફાયદો થાય છે.

શરીર ના સોજા દૂર કરે છે.

સોજા માં ફૂલ ની પોટલી બનાવી ને અથવા તો લેપ જેવું બનાવી ને સોજા વારી જગ્યા એ બાંધવાથી જલ્દી થી ફાયદો થાય છે.

ખંજવાળ આવતી હોય તો તેમાં પણ લાભકારી.

જો કોઈ વસ્તુ ની એલર્જી ના કારણે શરીર માં ખંજવાળ આવતી હોય તો કેસુડાં ના બીજ ને પીસી ને લીંબૂ ના રસ સાથે મિલાવી ને લેપ લગાવવા થી ખંજવાળ માં રાહત મળે છે.

હાથીપગા ની સમસ્યા માં ખુબ જ ફાયદાકારક.

કેસુડા ના મુળિયા ના ૧૦૦ ગ્રામ રસ માં સફેદ સરસીયા નું તેલ સરખા પ્રમાણ માં મિક્ષ કરી ને સવાર સાંજ પીવાથી હાથીપગા માં ફાયદો થાય છે,kesuda na phool na fayda in Gujarati.

કેસુડાં ના અમુક નુકસાનો .

ગર્ભવતી મહિલા ને કેસુડાં ના સેવન થી દૂર રહેવું જોઈએ.

જો તમે વધારે પડતું કેસુડાં નો સેવન કરશો તો એનીમિયા અને કીડની સંબંધિત બીમારીઓ નો સામનો કરવો પડશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આંબા હળદર ના ફાયદા – Amba Haldar na fayda

તલ ના તેલ ના ફાયદા – Tal na tel na fayda

નારીયેલ નું સેવન કરવાના  ૧૦ ફાયદા – Nariyel na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement