એલોવેરા ના ફાયદા | એલોવેરા જ્યુસ બનાવવાની રીત | Aloe Vera Na Fayda

એલોવેરા ના ફાયદા - એલોવેરા જ્યુસ ના ફાયદા - એલોવેરા જ્યુસ બનાવવાની રીત- Aloe Vera Na Fayda in Gujarati- elovera fayda in Gujarati
Advertisement

આપણા આયુર્વેદ ની અંદર એલોવેરાને એક ઉત્તમ ઔષધિ તરીકે ગણતરી કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે અને તે ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ, એલોવેરા ના ફાયદા, એલોવેરા જ્યુસ બનાવવાની રીત,એલોવેરા જેલ બનાવવાની રીત,Aloe Vera Na Fayda in Gujarati.

એલોવેરા વિશે માહિતી | aloe vera Details in Gujarati

ભારતમાં ગરીબ માં ગરીબ પ્રજાનો પણ પ્રાકૃતિક ઉપચાર સ્વયમ ખુબ જ કરકસર અને સરળતા થી કરી શકે તે હેતુ થી, જ્યાં તત્કાળ રાહત માટે લોકો દવા લેવા તરફ આકર્ષાય છે તેવા સમયમાં તેમજ અલગ અલગ બીમારિયો માંથી એલોપેથીની દવાઓની આડઅસર માંથી મુક્તિ મેળવવા માટે આયુર્વેદ એલોવેરા વાપરવાની સલાહ અઆપે છે.

આધુનિક યુગમાં અનેક રસાયણો અને અનેક ઔષધીઓનો શરીર સ્વાસ્થ્ય માટે ઉપયોગ થાય છે અનેક ઔષધિઓમાં અતિ ઉપયોગી, એકદમ સસ્તી, સરળ, અને સહેલી થી પ્રાપ્ત થઇ જાય એવી વનસ્પતિ છે એલોવેરા.

Advertisement

એલોવેરાની બે જાત આવે છે.મીઠી એલોવેરા અને ખારી એલોવેરા.

એલોવેરા ને અનેક નામ થી ઓળખવામાં આવે છે. જેમ કે, સંસ્કૃત માં ”ગૃહ કન્યા”, “તરુણી”, ” ધ્રુત્કુમારી” કહે છે. હિન્દીમાં “ગ્વારપાઠા” કહેવામાં આવે છે. મરાઠીમાં “કોરફડ” કહે છે. અને ગુજરાતીમાં “કુવારપાઠો” કહે છે.

આયુર્વેદ પ્રમાણે એલોવેરા પચવામાં થોડું ભારે, સ્વાદ માં થોડું કડવું આવે છે.

Aloe Vera Na Fayda in Gujarati | એલોવેરા ના ફાયદા

આપણે સૌ જાણીએ છીએ કે એલોવેરા એ ખૂબ જ સરળતાથી મળી આવતો ઔષધીય છોડ છે તેનું ખાલી પેટે સેવન કરવાથી અથવા તો તમે ખાલી પેટે પીવાથી આપણા હૃદય, સ્કીન અને પાચનતંત્રને ખૂબ જ ફાયદો કરે છે તો ચાલો વિસ્તૃત માહિતી મેળવીએ

સામાન્ય રીતે આપણે એલોવેરા નો ઉપયોગ ભોજન, દવાઈ અને સૌંદર્ય પ્રસાધનો ની બનાવટ માં કરીએ છીએ જે તેનું મહત્વ સમજાવે છે

એલોવેરા ના અલગ અલગ રોગો માં થતા ઘરગથ્થું ઉપાયો

એલોવેરા નો ઉપયોગ આગ થી દાઝી જઈએ ત્યારે

કોઈપણ ધાતુ થી દાઝી જવાય કે ગરમ પ્રવાહીથી દાઝી જવાય તો એલોવેરા નું તાજું પાન લેવું. બન્ને બાજુના કાટા કાઢીને છાલ ઉતારી લઈને પાન નો ગર્ભ કાઢી લેવો.

કોઈપણ જાતના દાઝેલા અંગો પર લગવવાથી તે ઉત્તમ ઠંડક આપે છે. ઝડપ થી રૂઝ વરી જાય છે, ડાઘ ના નિશાન પણ રહેતા નથી

એલોવેરા ના ફાયદા એસીડીટી ની સમસ્યા મા 

કુવારના એક ચમચી રસ માં ખડી સાકર નાખીને દિવસમાં ત્રણ વાર તેનું સેવન કરવાથી એસીડીતી માં તરત જ ફાયદો થાય છે.

એલોવેરા ના ફાયદા કબજીયાત મા

કબજિયાત થી પરેશાન વ્યક્તિઓએ કુવાર નો ઉપયોગ શ્રેઠ છે. તેના માટે તમે કુવાર નો એક થી દોઢ ઇંચ જેટલો ટુકડો સવાર સાંજ ખાવાથી અવશ્ય લાભ થાય છે.

એલોવેરા ના ફાયદા ઉદરશૂળ મા

ઉદર શૂળમાં એલોવેરા નું શક બનાવીને ખાવથી ફાયદો થાય છે.ઘી અને જીરું નો વઘાર કરીને તેમાં મસાલા નાખીને સાકર નાખી, સિંધા નમક નાખી,બધા મસાલા નાખીને શાક બનાવી શકાય છે.

એલોવેરા ના ફાયદા લીવર ના સોજા મા

લીવર માં આવી ગયેલા સોજા દૂર કરવા માટે એલોવેરા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.એલોવેરા નો એક થી દોઢ ઇંચ જેત્લોતુકડો દરરોજ ખાવો. એલોવેરા ના રસ માં હળદર અને થોડુક જ મીઠું નાખીને અરમ કરીને બરોળ અને લીવર ના સોજાના ભાગ પર બાંધવું.

એલોવેરા ના ફાયદા સારણ ગાંઠ ની સમસ્યા મા

સારણ ગાંઠ માં કુવાર નું સેવન કરવાથી કુવાર ખાવાથી ઝડપ થી ફાયદો થાય છે. દરરોજ નિયમિત રીતે અડધો થી દોઢ ઇંચ જેટલો ટુકડો ખાવાથી સારણ ગાંઠ ઝડપ થી ઓગળે છે. તેના રસ માં હળદર અને મીઠું નાખીને તે પલ્પ ને ગરમ કરીને ગાંઠ ઉપર બાંધવાથી પણ ફાયદો થાય છે.

એલોવેરા નો ઉપયોગ ડાયાબીટીશ મા

એલોવેરા ના ટુકડા માં ગળા વેલ નું સત્વ નાખીને છાલ સાથે ખાવું. દિવસમાં બે થી ત્રણ વખત જમ્યા પછી અડધ ચમચી હળદર નો ફાકડો ભરી જવો.

ડાયાબીટીશ માં થોડાક જ દિવસ માં ફાયદો થઇ જાય છે.

બ્લડ પ્રેશર અને હૃદય માટે એલોવેરા નો ઉપાય

બ્લડ પ્રેશર ના દર્દીઓએ કુવાર નો રસ નું સેવન નિયમિત કરવું જોઈએ. તેવી જ રીતે હૃદય રોગ ના દર્દીઓએ પણ કુવાર નું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે.

એલોવેરા નો તાજો કાઢેલો રસ ૨૫ થી ૪૦ગ્રામ લઈને તેમાં ૧/૪ ભાગ સાકર અને અડધી ચમચી જીરું નાખીને સવાર સાંજ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

એલોવેરા નો ઉપયોગ શરીર ની બળતરા મા

જેમણે શરીર માં ખોટી બળતરા રહેતી હોય અથવા પરસેવો ખુબ જ વળતો હોય, તજા ગરમી રહેતી હોય, રાત્રે ઊંઘ ના આવતી હોય, તેઓએ ૨૫ થી ૪૦ ગ્રામ કુવારના રસ માં એક ચમચી સાકર, પા ચમચી ધાણા જીરું નો ભુક્કો નાખી સવાર સાંજ પીવાથી અવશ્ય ફાયદો થશે.

તેવી જ રીતે મોઢા માં જો ચાંદા પડ્યા હોય તો પણ આ જ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.

એલોવેરા ના ફાયદા હરસ અને મસા ની સમસ્યા મા

એલોવેરા ના રસ માં થોડું સોનાગેરુ નાખીને મલમ જેવું બનાવી લેવું. આ મલમ મળદ્વાર પાસે લગાવવું. હરસની પીડા, દાહ, લોહી પડવું વગેરે બંધ થઇ જાય છે.

કાયમી ગેસ રહેતો હોય, અપાન વાયુ છૂટો નાં પડતો હોય, પાચનશક્તિ બરાબર નાં હોય ત્યારે કુવાર ના રસ ને ઘઉંના લોટ માં નાખીને તેનો લેત બાંધીને એ રોટલી ખાવાથી ગેસ છૂટ થઇ જાય છે, અને પાચન શક્તિ મજબૂત બને છે.

એલોવેરા ના ફાયદા શરદી અને કફ મા

એલોવેરા ના જ્યુસ માં હળદર, મીઠું અને સંચળ નાખીને પીવું. હળદર અને સંચળ સરખા પ્રમાણ માં રાખવું અને મીઠું તેનાથી ઓછું લેવું. વધારે સમસ્યા હોય તો એલોવેરા અને હળદર નો લેપ બનાવીને છાતી પર લેપ લગાવવો.

તાવ માં એલોવેરા નો ઉપયોગ

એલોવેરા ના જ્યુસ માં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં બે વખત પીવું. કપાળ ઉપર તેમજ પગના તળિયા માં કુવાર નો રસ ઘસવો.

આનાથી પેશાબ સાફ આવે છે અને તાવ ઉતરે છે. અથવા કુવાર ના રસ માં હળદર સાથે સુદ્રશ્ન ચૂર્ણ આપવાથી પણ ફાયદો થાય છે.

થાઈરોઈડમાં એલોવેરા નો ઉપયોગ

દરરોજ નિયમિત રીતે એલોવેરા નો દોઢ થી બે ઇંચ નો ટુકડો ચાવીને ખાવો. તથા તેના રસ માં હળદર અને મીઠું નાખી તેને ગરમ કરીને ગળા ઉપર લેપ લગાવવો.

એલોવેરા ના ફાયદા ચામડી ના રોગો મા અને ઘરગથ્થું ઉપાયો

કઈ પણ વાગ્યું હોય લોહી નીકળ્યું હોય ત્યારે સૌપ્રથમ ઘા ને સ્વ મૂત્ર થી સાફ કરી તેના પર એલોવેરાનો રસ લગાવી બધી દેવું, આમ કરવાથી ઘા પાકતો નથી અને સહેલી થી અને ઝડપ થી મટી જાય છે.

ગુમડું તું હોય, ખસ, ખુજલી, ઉલટી થતી હોય, દાદર થઇ હોય, શીળશ માં એલોવેરા ના રસ ની માલીશ કરવાથી અને તેનો ઉબટન બનાવીને લગવવાથી ફાયદો થાય છે.

હૃદય માટે ફાયદાકારક છે એલોવેરા

તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે એલોવેરા નું સીધું કે તેનો જ્યુસ બનાવી તમે સેવન કરવું જોઈએ ,એલોવેરાનું સેવન કરવાથી તે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

તેમજ તે એથરોસ્ક્લેરોસિસ ( atherosclerosis ) જેવી સમસ્યામાં પણ ફાયદાકારક ઔષધિ છે

એલોવેરા ના ફાયદા પાચનતંત્ર માટે 

સવારે ખાલી પેટે એલોવેરાનું સેવન કરવાથી આપણા પાચનતંત્રને ખૂબ જ ફાયદો થાય છે આખી રાત પાચનતંત્ર કામ કર્યા પછી આપણા શરીરની અંદર ચયાપચય પછીની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા કેટલાક ખરાબ તત્વો એલોવેરા શરીરમાંથી બહાર નીકળવામાં મદદ રૂપ થાય છે,

તેમજ પાચનતંત્ર અને વ્યક્તિ સમસ્યા જેવી કે અપચો, એસિડિટી અને ગેસમાં પણ એલોવેરા ફાયદો કરે છે

ઇમ્યુનિટી સારી કરે છે – Aloe Vera Na Fayda

આ પહેલા જણાવ્યું તેમ એલોવેરા ની અંદર ખૂબ સારા પ્રમાણમાં વિટામિન્સ રહેલા છે તેમાં રહેલ વિટામીન સી જે એન્ટિઓક્સિડન્ટ નું પણ કાર્ય કરે છે ,

તેમજ તેની અંદર રહેલ કેલ્શિયમ અને સોડિયમ જે ખૂબ જ સારા ખનીજ સ્ત્રોત છે જેથી જો તમે એલોવેરાનું સેવન કરો છો તો તમારા શરીરની અંદર વિટામિન્સ અને મિનરલ્સની ખામી દૂર થાય છે અને તમારા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

એલોવેરા વિટામિન્સ મેળવવાનો ઉત્તમ સ્ત્રોત

Aloe vera – એલોવેરા ની અંદર ખૂબ સારા પ્રમાણમાં વિટામીન અને ખનીજ તત્ત્વો હોય છે આ સિવાય એલોવેરા ની અંદર એન્ટિઓક્સિડન્ટ એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો પણ હોય છે

તેમજ વિટામિન ની વાત કરીને તો તેની અંદર રહેલ વિટામિન ડી ખૂબ જ મહત્વનું છે,એલોવેરા ના ફાયદા.

એલોવેરા ના ફાયદા સ્કીન માટે 

એલોવેરા ની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ જે આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે તે પેટની અંદર રહેલા ખરાબ તો દૂર કરે છે જેના કારણે આપણે સ્કિનની સમસ્યા થતી નથી તેમજ તે કુદરતી સ્વરૂપે સ્કીન ની અંદર ગ્લો લાવવામાં મદદ કરે છે,

તેમજ તે સ્કિન પર પડેલા અથવા તો વાગેલ ઘા ના નિશાન દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

એલોવેરા ના ફાયદા વાળ માટે |  Aloe vera na fayda vad mate 

એલોવેરા એવી ઔષધિ છે તેનુ જો તમે સેવન કરો છો અથવા તો તેનો સીધો ઉપયોગ કરો છો તો પણ તે ફાયદાકારક છે તે જો તમે વાળ પર લગાવો છો પોતે તમારા વાળનો ગ્રોથ સુધારે છે તેમજ વાળને લગતી બીજી સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે

તમે એલોવેરા જેલ અથવા તો સીધું જ એલોવેરા વાળમાં લગાવી શકો છો

એલોવેરા જ્યુસ નો સેવન ક્યારે કરવું અને કેમ કરવું?

એવો કોઈ નિશ્ચિત સમય નથી એલોવેરાના જ્યૂસનું સેવન કરવાનો પરંતુ જો તમે ખાલી પેટે તેનું સેવન કરો છો તો તેનું ઉત્તમ પરિણામ મેળવી શકાય છે

એલોવેરા જ્યુસ બનાવવાની રીત

એક નાનકડી એલોવેરા ના એક અથવા બે ટુકડા લઇ તેની બન્ની બાજુ રહેલ કાંટા કાઢી તેમાંથી તેનો પલ્પ ને એક વાસણ મા કાઢી લો,

તેને મિક્ષરમાં ઉમેરી તેની અંદર થોડું આદુ, આમળા, તુલસી, લીંબુ અને બીજા સ્વાસ્થ્ય ને ફાયદા કારક વસ્તુ ઓ ઉમેરી શકો છો,

ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરો અને તેને મિક્ષર ફેરવી લો તૈયાર છે એલોવેરા નું તાજું જ્યુસ.

જો તમારા પાસે આમળા, તુલસી, આદુ માંથી કોઈ પણ વસ્તુ ના હોય તો પણ તેના વગર પણ આ જ્યુસ બનાવી શકો છો  

એલોવેરા જેલ બનાવવાની રીત

તમારા ઘરે ઉગાડેલ એલોવેરા ના છોડ માંથી એક પાંદડું કાપી તે પાંદડા ની બંને બાજુએ ચાકુ વડે રહેલ કાંટા કાઢી તે પાંદડા ની વચ્ચે રહેલ ગર્ભ ને ચમચા વડે કાઢી લો,

આ ભેગા કરેલ પલ્પ ને ઘરે રહેલ મિક્ષર ના જાર મા ઉમેરી તેની સ્મૂથ પેસ્ટ બનાવી લો અને તટે પેસ્ટ ની અંદર વિટામીન સી અને વિટામીન ઈ ની કેપ્સુલ ઉમેરી તેને ફરી એક વાર સારી રીતે મિક્સ કરી લો

મિક્સ કરેલ આ પેસ્ટ ને એક કાંચ ના જાર અથવા બોટલ મા ભરી નાખો તૈયાર છે એલોવેરા જેલ,

આ જેલ ને લાંબો સમય સુધી સાંચવવા કોઈજ પ્રકાર ના કેમિકલ નો ઉપયોગ કરેલ નથી માટે તે ઘણા દિવસ રહેશે નહિ માટે જરૂરત મુજબ નાના મોટા એક જ એલોવેરા ના પાન ની જેલ બનાવી તેનો ફ્રેશ ફ્રેશ ઉપયોગ કરવો.

એલોવેરા ના નુકશાન

ગર્ભવતી સ્ત્રીઓએ એલોવ્ર નું ખાવામાં ઉપયોગ કરવો નહિ.

રક્તસ્ત્રાવ અને ઇન્ટરનલ ડેમેજ હોય ત્યારે પણ એલોવેરા નો ઉપયોગ કરવો હિતાવહ નથી.

એલોવેરા ને વધારે માત્ર માં સેવન કરવું નાખી. આમ કરવાથી ઝાડા થવાની સંભાવના રહેલી છે.

તેમાં ખૂબ સારા પ્રમાણમાં રસાયણો હોય છે જો તમે તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરો છો તો તે ફાયદાકારક છે પરંતુ વધુ પ્રમાણમાં સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે

ઘણી વ્યક્તિઓને એલોવેરા ની એલર્જી હોઈ શકે છે જેના કારણે તેમને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થાય છે માટે ચકાસણી કર્યા બાદ જ તેનું સેવન કરવું

ડાયાબિટીસના દર્દીઓએ ઓછા પ્રમાણમાં એલોવેરાનું સેવન કરવું જોઈએ

એલોવેરા ને સંબંધિત કેટલાક મુજાવતા પ્રશ્નો

એલોવેરા ને સ્કીન પર લગવવાથી શું ફાયદો થાય છે?

મેકઅપ હટાવવા માટે એલોવેરા ન ઉપયોગ કરવામાં આવે છે. એલો જ્યુસ ચહેરા પર લગાવવાથી કરચલીઓ જલ્દી પડતી નથી, સ્કીન ચમકીલી બને છે અને મુલાયમ બને છે.

એલોવેરા માં ક્યાં ક્યાં વિટામિન્સ હોય છે?

એલોવેરા માં વિટામીન “A”,”C “, “E’ , તથા કોલીન ,“B1” ,“B2” ,“B3” , “B6” મળી રહે છે.

શું એલોવેરાનું સેવન ખાલી પેટે કરી શકાય?

હા એલોવેરા નું સેવન ખાલી પેટે કરી શકાય છે.

શું એલોવેરા નો ઉપયોગ વાળ માટે કરી શકાય?

હા , રાત્રે એલોવેરા જેલ ને લગાવી ને સવારે ધોઈ નાખવાથી તમાર વાળ ને સારા પોશાક્તાત્વો મળે છે અને સિલ્કી થાય છે. આવું તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

મસૂરની દાળ ના ફાયદા | Masur ni Dal na fayda

ફુલાવર નું સેવન કરવાના ફાયદા | Fulavar na Fayda

કાચા પપૈયા જે વિટામીન A,B,C,E થી ભરપુર તેના અનેક ફાયદા | Kacha Papaiya na fayda

પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન | Palak na Fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement