રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની રીત | Bharela lal marcha

લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની સરળ રીત - Bharela lal marcha banavvani rit
Image – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની સરળ રીત જે તમારા ઘરમા દરેક ને પસંદ આવશે,Bharela lal marcha banavvaani rit

લાલ મરચા નું મસાલા અથાણું બનાવવાની રીત

રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • લીલા લાલ મરચા ૨૫૦ ગ્રામ
  • સરસિયું તેલ ૧ કપ
  • વરિયાળી પા કપ
  • રાઈ પા કપ
  • જીરું પા કપ
  • મેથી દાણા ૧-૨ ચમચી
  • કલોંજી/ ડુંગરી ના બીજ ૧-૨ ચમચી
  • આમચૂર પાઉડર ૨ ચમચી
  • હળદર ૧ ચમચી
  • હિંગ પા ચમચી
  • વિનેગર ૨ ચમચી/ ૨ લીંબુ નો રસ

રાજસ્થાની લાલ મરચા નું મસાલા અથાણું

લાલ મરચા નું મસાલા અથાણું બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, જીરું ને મેથી દાણા નાખી ને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુંધી સેકી લ્યો બરોબર સેકાઇ જાય એટલે ગેસ પર થી ઉતારી ઠંડું કરો ને ઠંડુ થાય એટલે મિક્ષચર જાર માં પીસી ને મસાલો તૈયાર કરી લયો

હવે લાલ મરચા ને પાણી મા બરોબર ધોઈ સાફ કરી કપડા વડે કોરા કરી લ્યો ત્યાર બાદ  મરચા માં કાપો કરી તૈયાર કરી લયો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં સરસિયું તેલ ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દયો

પહેલા તૈયાર કરી રાખેલા મસાલા માં ડુંગરી ના બીજ , સ્વાદ મુજબ મીઠું ને વિનેગર નાખી બરોબર મિક્સ કરો,

ત્યાર બાદ તૈયાર મસાલો લાલ મરચા માં ભરી લ્યો ને બધા મરચા ભરાઈ જાય એટલે મરચા ને કાંચ ની બરણી માં મૂકો ને બચેલો મસાલો પણ નાખી દયો,

ત્યાર બાદ તેના પર ઠંડુ કરેલ તેલ નાખી બરણી નું ઢાંકણ બંધ કરી બધી બાજુ ફેરવી તેલ મિક્સ કરી લ્યો ને ૫-૬ દિવસ રોજ દિવસ માં એક બે વાર બરણી ને હલવતા રહો,

જ્યારે મરચા નરમ થાય ત્યારે મજા માણો રાજસ્થાની લાલ મરચા ના અથાણા નો.

Bharela lal marcha banavvani rit

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લાલ મરચા ના ફાયદા | lal marcha na fayda

રાજસ્થાની દાલ બાટી બનાવવાની રીત | Dal bati banavani rit

રવા ના લડવા બનાવવાની રીત | rava na ladi banvani rit

રસમલાઈ બનાવવાની રીત | Rasmalai recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement