અડદ દાળ ના લાડુ બનાવવાની રીત | adad na ladu banavani rit recipe in gujarati

અડદ દાળ ના લાડુ - અડદ દાળ ના લાડુ બનાવવાની રીત - adad na ladu ni recipe - adad na ladu banavani rit - adad na ladu recipe in gujarati
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે અડદ દાળ ના લાડુ બનાવવાની રીત – adad na ladu banavani rit શીખીશું. આ લાડુ આંધ્રપ્રદેશ માં ખુબ પ્રખ્યાત છે જેને સુનુંડા પણ કહે છે, do subscribe HomeCookingShow YouTube channel on YouTube If you like the recipe , આપણે અડદ દાળ માંથી દાળ, સાઉથ ઈન્ડિયન  વાનગીઓ તો ઘણી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે એમાંથી એક મીઠાઈ બનાવશું. જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે adad na ladu recipe in gujarati શીખીએ.

અડદ દાળ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • અદડ દાળ 1 કપ
  • ચોખા 2 ચમચી
  • છીણેલો ગોળ 3-4 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • કાજુના કટકા 4-5 ચમચી
  • ઘી જરૂર મુજબ

અડદ દાળ ના લાડુ બનાવવાની રીત | adad na ladu recipe in gujarati

અડદ દાળ ના લાડુ બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં સાફ કરેલ અડદ દાળ અને ચોખા નાખો ધીમા તાપે હલાવતા રહો. દાળ બરોબર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલવતા રહી ને શેકવી. દાળ બરોબર ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને બીજા મોટા વાસણમાં કાઢી ને ઠંડી થવા દયો. દાળ બરોબર ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો.

હવે મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી ને દાળ ને બરોબર પીસી લ્યો. દાળ બરોબર પીસાઈ જાય એટલે એમાં ગોળ, એલચી પાઉડર નાખી ને ફરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પીસી ને બરોબર મિક્સ કરી લ્યો. અને પીસેલી સામગ્રી એક વાસણમાં કાઢી લ્યો.

Advertisement

હવે ગેસ પર એક બે ચમચી ઘી ગરમ કરો અને એમાં કાજુ ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. કટકા ગોલ્ડન થાય એટલે અને પીસેલી દાળ માં નાખો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ગરમ અથવા રૂમ તાપમાન વાળુ ઘી થોડું થોડુ નાખતા જઈ મિશ્રણ ને હાથ વડે મિક્સ કરો.

ઘી લાડુ બરોબર બનાવી શકાય એટલું નાખવું. મિશ્રણ લાડુ બને એટલું બરોબર થાય એટલે હાથ માં તેલ લગાવી ને એમાંથી લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે અડદ દાળ ના લાડુ.

adad na ladu ni recipe | adad na ladu banavani rit | recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દૂધી માંથી પનીર બનાવવાની રીત | Dudhi mathi paneer banavani rit

વ્રત વાળી રબડી બનાવવાની રીત | Vart vali rabdi banavani rit

આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત | Aadu lasan dungri ane tameta ni pest banavani rit

આઈસક્રીમ કોન બનાવવાની રીત | Ice cream cone banavani rit

ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત | Quinoa Dosa banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement