Stuffed daal puri ane bateka nu shaak | સ્ટફ્ડ દાળ પૂરી અને બટેકા નું શાક

Stuffed daal puri ane bateka nu shaak - સ્ટફ્ડ દાળ પૂરી અને બટેકા નું શાક
Image credit – Youtube/Sumi's Cooking Corner
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કંઈક નવીજ રીત ની પૂરી અને બટેકા નું શાક બનાવતા શીખીશું . અને પૂરી પણ ચણા ની દાળ ની સ્ટફ્ડ પૂરી બનાવીશું અને એનો મસાલો જે એકદમ યુનિક જ છે . તો ચાલો આ નવીજ રીત ની Stuffed daal puri ane bateka nu shaak – સ્ટફ્ડ દાળ પૂરી અને બટેકા નું શાક બનાવતા શીખીએ.

પૂરી નો લોટ તૈયાર કરવા માટે :

  • મેંદો 3 કપ / ઘઉં નો લોટ પણ લઈ સકો છો
  • સ્વાદ મુજબ મીઠું
  • અજમો ½  ચમચી
  • તેલ 2 ચમચી
  • જરૂર મુજબ પાણી

ભાજા મસાલા માટેની સામગ્રી :

  • તમાલ પત્ર ના પાંદ 2
  • સૂકા લાલ મરચા 3-4
  • એલચી 3-4 નંગ
  • લવિંગ 3-4 નંગ
  • ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી

પુરી સ્ટફ્ડ કરવા માટે ભરવાની સામગ્રી :

  • ચણા ની દાળ 1 કપ
  • તેલ 1 ચમચી
  • કાળા જીરું ½  / કલોંજી ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • આદુ અને લીલા મરચાની પેસ્ટ 1 ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ 1 ચમચી
  • તૈયાર ભાજા મસાલો 2 ચમચી

બટેકા ના શાક માટેની સામગ્રી :

  • તેલ 1 ચમચી
  • જીરું ½  ચમચી
  • તમાલપત્ર ના પાંદ , સૂકા લાલ મરચાં
  • હિંગ ⅛   ચમચી
  • આદુ-લીલા મરચાંની પેસ્ટ 1 ચમચી
  • હળદર પાવડર ¼ ચમચી
  • લાલ મરચાં પાવડર ½  ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • જીરા પાવડ ½  ચમચી
  • ટામેટાંની પ્યુરી 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • બાફેલા અને મેસ બટેકા ૨૫૦ ગ્રામ
  • જરૂર મુજબ પાણી
  • તૈયાર ભાજા મસાલો ૧ ચમચી
  • સમારેલા ધાણા ના પાંદ

Stuffed daal puri ane bateka nu shaak banavani rit

સ્ટફ્ડ દાળ પૂરી અને બટેકા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં આપડે ચણા ની દાળ 1 કપ લેશું . જેને સારી રીતે પાણી માં ધોઈ અને આખી રાત માટે 1 દિવસ પેલે જ પલાડી દેશું . અને જો આખી રાત ના પલાડી સકો તો 4-5 કલાક જેવું પણ પલાડી સકો છો .

હવે પૂરી બનાવવા માટે આપડે એક મોટો બાઉલ લેશું તેમાં 3 કપ મેંદો , સ્વાદ મુજબ મીઠું , અજમો ½ ચમચી , તેલ 2 ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું . અને ત્યાર બાદ થોડું થોડું કરી ને પાણી નાખી અને થોડો મિડયમ કડક લોટ બાંધી અને 4-5 મિનિટ સુધી મસળી લીધા બાદ તેના પર થોડું તેલ નાખી અને 10-15 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને રેવા દેશું .

Advertisement

ત્યાર બાદ આપડે સવારે દાળ ને ચેક કરશું તો આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે અને પલળેલી દાળ ને આપણે એક મિક્ષ્ચર જાર માં લેશું અને મિક્ષ્ચર જાર માં બધી દાળ નાખી અને દાળ ને થોડી દર્દરી પીસી લેશું અને એક બાઉલ માં કાઢી લેશું . હવે આપણે ભાજા નો મસાલો તૈયાર કરીશું અને ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 તમાલપત્ર , સૂકા લાલ મરચાં 3-4 નંગ, એલચી 3-4 , લવિંગ 3-4 નંગ , સૂકા ધાણા 1 ચમચી , જીરું 1 ચમચી બધી વસ્તુ ને મિડયમ તાપે 1 મિનિટ સુધી સેકી લેશું અને ઠંડું થવા દેશું ઠંડું થઈ જાય એટલે બધા મસાલા ને મિક્ષ્ચર જાર માં નાખી અને સારી રીતે પીસી લેશું અને પીસેલા પાવડર ને એક બાઉલ માં કાઢી લેશું .

હવે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં 1 ચમચી તેલ નાખી અને તેમાં કલોનજી ½ ચમચી , હિંગ ⅛ ચમચી , આદુ અને મરચાં ની પેસ્ટ 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને થોડી વાર સેકી લેશું અને ત્યાર બાદ કડાઈ માં પીસી ને રાખેલી દાળ ને નાખી દેશું અને તેમાં હળદર પાવડર ½ ચમચી , મીઠું સ્વાદ મુજબ , ખાંડ 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને 5-7 મિનિટ સુધી હલાવી અને મિક્ષ્ચર એક દમ ડ્રાય ના થાય ત્યાર સુધી સેકી લેશું હવે આપણે જે ભાજા નો મસાલો તૈયાર કર્યો હતો તે 2 ચમચી મસાલો દાળ વાળા મિશ્રણ માં નાખી દેશું અને બરાબર મિક્સ કરી અને ગેસ બંધ કરી અને એક બાઉલ માં કાઢી અને ઠંડું થવા દેશું .

ત્યાર બાદ બટેકા નું શાક બનાવવા માટે ½ ચમચી જેવું તેલ નાખી અને તેલ ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં ½ ચમચી જીરું , તમાલપત્ર 2 , સૂકા લાલ મરચાં 2 , હિંગ ⅛ ચમચી , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , કસૂરી મેથી 1 ચમચી , જીરું પાવડર ½ ચમચી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર બાદ તેમાં 1 કપ ટમેટા ની પ્યૂરી નાખી દેશું બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી અને 3-5 મિનિટ માટે ઉકળવા દેશું .

હવે 3-5 મિનિટ બાદ ગ્રેવી માંથી બધું પાણી બળી ના જાય ત્યાર સુધી ગ્રેવી ને બરાબર ચડાવી લેશું . ગ્રેવી ચળી ગયા બાદ તેમાં બાફેલા અને મેસ કરેલા બટેકા નાખી દેશું અને ત્યાર બાદ પાણી નાખશું પાણી તમે તમારી જરૂર મુજબ નાખી સકો છો . શાક સારી રીતે ઉકળી જાય ત્યાર સુધી ચડાવી લેશું અને શાક ઉકળી ગયા બાદ આપણે જે ભાજા નો મસાલો તૈયાર કર્યો છે તે 1 ચમચી નાખી દેશું મસાલો નાખી દીધા બાદ ફરીથી શાક ને 2 મિનિટ માટે ઉકળવા દેશું . અને છેલે તેમાં લીલા ધાણા સમરેલા નાખી દેશું અને ગેસ બંધ કરી દેશું એટલે આપણું શાક પણ તૈયાર છે .

ત્યાર બાદ હવે આપણે પૂરી માટે ની તૈયારી કરીશું આપણે જે લોટ બાંધી ને મૂક્યો છે તે લોટ ના નાના નાના લૂઆ કરીશું અને લૂઆ ને હાથ વડે કા તો પાટલા પર થોડા વણી લેશું અને ત્યાર બાદ આપણે જે ચણા ની દાળ વાળો મસાલો તૈયાર કર્યો છે તે મસાલો પૂરી માં 1 ચમચી જેવો નાખી અને આપણે કચોરી વણીએ તેમ વળી લેશું અને પાટલા પર લૂઆ ને મૂકી અને પૂરી ની જેમ વણતા જશું અને પૂરી ને નાની નાની સાઇઝ ની વણિશું અને કડાઈ માં 1-1 પૂરી નાખી અને આવીજ રીતે બધી પૂરી ને તળી લેશું પૂરી થોડી ગોલ્ડન અને થોડી ક્રિસ્પી થાય એ રીતે તરી લેશું .

તો તૈયાર છે આપણી સ્ટફ્ડ પૂરી અને બટેકા નું શાક જેને તમે ગરમ ગરમ સર્વ કરી અને કેરી ના રસ સાથે જમી સકો છો.

નીચે પણ રેસીપી છે તે પણ જુઓ

 

Advertisement