સેઝવાન ચીઝ ચિલ્લી સેન્ડવીચ | schezwan cheese chili sandwich

ચીઝ ચિલ્લી સેન્ડવીચ - Schezwan Cheese Chili Sandwich - schezwan cheese chili sandwich recipe in Gujarati - schezwan sandwich recipe in Gujarati
image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું Yummy સેઝવાન ચીઝ ચિલ્લી સેન્ડવીચ, schezwan cheese chili sandwich recipe in Gujarati, schezwan sandwich recipe in Gujarati.

schezwan sandwich recipe

સેઝવાન ચીઝ ચિલ્લી સેન્ડવીચ બનાવવા નીચે મુજબ ની સામગ્રીની જરૂર પડે છે

ચટણી બનાવવા માટે

  • ૨-૩ કપ ધાણા
  • ૫-૬ કની લસણ
  • એક નાનકડો ટુકડો આદું
  • ૪-૫ લીલા મરચાં
  • એક ડાળી મીઠા લીમડાની
  • અડધું લીંબુ
  • એક ચમચી ચાટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • અડધી ચમચી ખાંડ

સેઝવાન ચીઝ ચિલ્લી સેન્ડવીચ નો મસાલો બનવા

  • એક મોટી ડુંગરી ઝીણી સુધારેલી એક સીમલા મરચું ઝીણું સુધારેલું ૧ કપ મકાઈ બાફેલી
  • મીઠું સ્વાદ મુજબ
  • સેઝવાન સોસ અડધો કપ
  • મરીનો ભૂકો અડધી ચમચી
  • ૧ કપ પ્રોસેસ ચીઝ છીણેલું
  • વાઈટ અથવા બ્રાઉન બ્રેડની સ્લાઈસ
  • માખણ અથવા તેલ જરૂર મુજબ

Schezwan cheese chili sandwich recipe in Gujarati

સેઝવાન ચીઝ ચિલ્લી સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ધાણા લીલા મરચાં ,આદુ, લસણ ,સ્વાદ મુજબ મીઠું,મીઠા લીમડાના પાન, ચાટ મસાલો, ખાંડ તેમજ લીંબુ નાખી થોડું પાણી ઉમેરીલીલી ચટણી તૈયાર કરી લો અને તેને એક વાસણ માં કાઢી લ્યો

સેન્ડવીચ મસાલો બનાવવા એક વાસણમાં ડુંગરી કેપ્સીકમ મકાઈ લીલા ધાણા મરીનો ભૂકો સેઝવાન સોસ પ્રોસેસ ચીઝ તેમજ મીઠું નાખવું (મીઠું નાંખવામાં સાવચેતી રાખવી કારણ કે સેઝવાન સોસ અને પ્રોસેસ ચીઝ બંનેમાં મીઠાનું પ્રમાણ હોય છે તેથી જરા ચાખી ને મીઠું નાખવું) બધા જ શાકભાજી અને મસાલાની નાખી દીધા બાદ બરોબર મિક્સ કરી સાઈડમાં મુકો

Advertisement

 હવે બ્રાઉન બ્રેડ અથવા વ્હાઈટ બ્રેડ લઇ તેના પર માખણ લગાડી લીલી ચટણી લગાડી સેન્ડવીચ માટે બનાવેલો મસાલો બરોબર લગાડી એક્સાઇડ મૂકો હવે બીજી બ્રેડ લઇ તેના પર માખણ લગાડી લીલી ચટણી લગાડી પહેલા તૈયાર કરેલ સેન્ડવીચ ઉપર મૂકી સેન્ડવીચ મશીનમાં અથવા તવી પર બંને સાઇડ માખણ લગાડી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે ગરમા ગરમ સેઝવાન ચીઝ ચિલ્લી સેન્ડવીચ, Schezwan cheese chili sandwich recipe in Gujarati.

ચીઝ ચિલ્લી સેન્ડવીચ રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચીઝ પાર્સલ બનાવવાની રીત | cheese parsal recipe in gujarati

ફેંચ ફ્રાઈસ બનાવવાની રીત | french fries recipe in Gujarati

ઇન્સ્તંત રવા મસાલા ઢોસા બનાવવાની રીત | instant rava masala dhosa recipe in Gujarati

રગડા પેટીસ બનાવવાની રીત | ragda petis recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement