નમસ્તે મિત્રો આજે આપણે ગ્રીન ચીલી સોસ બનાવવાની રીત – green chilli sauce banavani rit શીખીશું. do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe આ સોસ તમે ઘણી પ્રકાની વાનગી માં નાખી ને અનેક વાનગીઓ બનાવી શકો છો ખાસ કરી ચાઇનીઝ વાનગીઓ માં આનો ભરપૂર માત્રા માં ઉપયોગ થાય છે તો બજાર માં મળતા ગ્રીન ચીલી સોસ આજે ઘરે બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ green chilli sauce recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ગ્રીન ચીલી સોસ બનાવવા જરૂરી સામગ્રી | green chilli sos ingredients
- બટાકા 250 ગ્રામ
- લીલા મિડિયમ તીખા મરચા 200 ગ્રામ
- આદુ 1 ઇંચ સુધારેલ
- લસણ પેસ્ટ 1 ચમચી
- આખા ધાણા 1-2 ચમચી
- ખાંડ 2 ચમચી
- વિનેગર 1 કપ
- ગ્રીન કલર 1-2 ટીપાં
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 1 ½ લીટર
ગ્રીન ચીલી સોસ બનાવવાની રીત | green chilli sauce recipe in gujarati
ગ્રીન ચીલી સોસ બનાવવા માટે સૌ મરચા ને ધોઇ કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાડી કાઢી સુધારી લ્યો અને બટાકા ને ધોઇ છોલી ઝીણા ઝીણા સુધારી લઈ પાણી માં નાખી દયો
હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં બટાકા સુધારેલ નાખો સાથે આખા ધાણા, ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી ઢાંકી ને બટાકા ને બાફી લ્યો
બટાકા બફાઈ જાય એટલે એમાં સુધારેલ લીલા મરચા નાખી મિક્સ કરી લ્યો ને મરચા બરોબર ચડી જાય એટલે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને મરચા નો રંગ બદલી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ને ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો
હવે ફરી તૈયાર પ્યુરી ને કડાઈ માં નાખી ઉકળવા દયો ( જો પ્યુરી ઘટ્ટ હોય તો થોડો વિનેગર નાખી શકો ને જો પ્યુરી પાતળી હોય તો થોડી વધારે ઉકળી ઘટ્ટ કરી શકો છો) ને એમાં ગ્રીન કલર નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ને ગેસ બંધ કરી ઠંડુ કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને જ્યારે જરૂર લાગે ત્યારે વાપરો ગ્રીન ચીલી સોસ
green chilli sauce banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બીટ નો જ્યુસ બનાવવાની રીત | bit no juice banavani rit | beet juice recipe in gujarati
લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit
ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit
ચીઝી મસાલા પાવ બનાવવાની રીત | cheese masala pav banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે