
રામ નવમીના દિવસે રામાયણનો પાઠ કરવાનું શુભ હોય છે, પરંતુ જો સમયનો અભાવ હોય તો રામચરિતમાનસની આ શક્તિશાળી ચોપાઈઓનો પાઠ કરો, કહેવાય છે કે તેનાથી દરેક કાર્ય સફળ થાય છે અને પ્રભુ શ્રીરામ અને હનુમાનજીની કૃપા વરસે છે.
नाथ दैव कर कवन भरोसा। सोषिअ सिंधु करिअ मन रोसा॥ कादर मन कहूँ एक अधारा। दैव दैव आलसी पुकारा।।
અર્થઃરામચરિત માનસમાં આ ચોપાઈમાં જણાવ્યું છે કે શ્રીરામ ખૂબ જ શક્તિશાળી હતાં પરંતુ તેમ છતાં તેઓ કાર્ય સંયમથી જ કરતાં હતાં, જેનાથી તે કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે, આ ચોપાઈમાં જણાવ્યું છે કે જ્યારે ભગવાન રામ સાગર પાર કરવા માટે સમુદ્ર દેવ પાસે રસ્તો માંગવા માટે ધ્યાન કરવા જઈ રહ્યાં હતાં, લક્ષ્મણજીએ શ્રીરામને તેમની શક્તિનો અહેસાસ કરાવ્યો, પ્રભુ રામ બધુ જ જાણતાં હતા, પરંતુ તેમ છતાં તેમને શક્તિથી પહેલાં શાંતિથી પરિસ્થિતિનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો, આ ચોપાઈમાં બતાવ્યું છે કે માણસ તન, ધનથી ગમે એટલો શક્તિશાળી હોય, બુદ્ધિ વગર સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે.
जे न मित्र दुख होहिं दुखारी।
तिन्हहि बिलोकत पातक भारी॥
निज दुख गिरि सम रज करि जाना।
मित्रक दुख रज मेरु समाना॥
અર્થઃચોપાઈ શ્રીરામ અને સુગ્રીવની સાચી મિત્રતાને દર્શાવે છે, તેનો તાતપર્ય છે કે નિઃસ્વાર્થ ભાવથી દોસ્તી નિભાવનારની ભગવાન હંમેશાં મદદ કરે છે, તો જે લોકો મિત્ર કે દુઃખીઓના દુઃખમાં પણ દુઃખી નથી થતાં તે જીવનમાં ક્યારેય આગળ નથી વધી શકતા, એવા લોકો પાપના ભાગીદાર બને છે, મિત્ર ભલે એક જ હોય પરંતુ સાચો હોય તો જીવન સુધરી જાય છે, શ્રીરામ સ્વયં તેમનું રક્ષણ કરે છે જેઓ મિત્રતામાં લેશમાત્રનો સ્વાર્થ નથી લાવતાં.
अपि च स्वर्णमयी लंका, लक्ष्मण मे न रोचते।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।
અર્થઃઆ ચોપાઈમાં શ્રીરામ ભાઈ લક્ષ્મણને કહે છે કે ભલે લંકા સોનાથી ગઢવામાં આવી છે પરંતુ અહીં અશાંતિ છે, મારા માટે તો માતા અને જન્મભૂમિ સ્વર્ગથી વધુ મૂલ્યવાન છે. તેનાથી એ શીખ મળે છે કે જે વ્યક્તિ પોતાની ધરતી અને જન્મભૂમિ સાથે જોડાયેલ છે અને ત્યાંના લોકોની ભલાઈ માટે હંમેશાં કાર્યરત રહે છે, એવા લોકો સર્વશ્રેષ્ઠ કહેવાય છે.
बोले बिहसि महेश तब ग्यानी मूढ़ न कोई।
जेहि जस रघुपति करहिं जब सो तस तेहि छन होई।।
અર્થઃઈશ્વરની મરજી વગર એક પત્તુ પણ નથી હલતું. આ ચોપાઈમાં કહ્યું છે કે વ્યક્તિને એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે તે હંમેશાં ધનવાન કે કંગાળ રહેશે. શ્રીરામની પૂજા કરનારનું ભાગ્ય બદલતાં વાર નથી લાગતી, એવામાં ક્યારેય અહંકાર ન કરો, અહંકારની આગ વ્યક્તિનું સુખ-ચેન બધુ જ બાળીને રાખ કરી દે છે, જે પ્રાપ્ત થયું છે તેની માટે સદૈવ આભાર માનો, ઈશ્વરની શક્તિ જ સફળતાનો માર્ગ છે.
मोह सकल ब्याधिन्ह कर मूला।
तिन्ह ते मुनि उपजहिं बहु सूला॥
काम बात कफ लोभ अपारा।
क्रोध पित्त नित छाती जारा॥
અર્થઃબધી તકલીફોની જડ છે મોહ, કોઈપણ વસ્તુ સાથે વધુ લગાવ આપણને લક્ષ્યથી ભટકાવી શકે છે અને નિષ્ફળતા તરફ લઈ જાય છે, કામ, ક્રોધ, લોભનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે, મોહમાં ફસાઈ રહેવાથી સફળતાનો રસ્તો પૂરો કરવો અશક્ય બની જાય છે.
આપ સૌને ભગવાન શ્રીરામ જન્મોત્સવની હાર્દિક શુભકામના.





























































