કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit

કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત - Kakdi nu instant athanu banavani rit- Kakdi nu instant athanu recipe in gujarati
Image credit – Youtube/Delicious food
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત – Kakdi nu instant athanu banavani rit શીખીશું. કચુંબર સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે, do subscribe Delicious food YouTube channel on YouTube If you like the recipe , અને કહેવાય છે  કે જમવા સમયે પેટ માં જેટલી ભૂખ લાગી હોય એમાં અડધું પેટ ભરી ને ખાવું જોઈએ એજ સાચી રીત છે તો ચાલો એવું ચટપટું કચુંબર બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ Kakdi nu instant athanu recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

Kakdi nu instant athanu ingredients | કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • આદુ ની ½ ઇંચ ની  કતરણ
  • લસણ ની કતરણ 2
  • કાકડી 2
  • લાલ મરચા / લીલા મરચા 2 ઝીણા સુધારેલા
  • વિનેગર 1 ચમચી
  • સોયા સોસ 2 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • પાણી 50 એમ. એલ.
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1 ચમચી

કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu recipe in gujarati

કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા સૌપ્રથમ કાકડી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને વચ્ચે થી ચાર કટકા કરી બીજ અલગ કરી નાખો અને લાંબી લાંબી અને ઝીણી ઝીણી સુધારી લ્યો

ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો ત્યાર બાદ એનું પાણી નિતારી નાખો

Advertisement

હવે આદુ ને છોલી લાંબી લાંબી કતરણ કરી નાખો અને લસણ ની પણ લાંબી કતરણ અને લીલા અથવા લાલ મરચા ને પણ લાંબા લાંબા સુધારી એક બાજુ મૂકો.

ત્યાર બાદ તેને ને એક વાટકામાં કાઢી લ્યો અને બીજા એક વાટકામાં વિનેગર, સોયા સોસ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ખાંડ અને પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ, આદુ અને લીલા / લાલ મરચા સુધારેલ નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો,

શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ વિનેગર સોયા સોસ વાળુ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં નીતરેલી કાકડી નાખી ને શેકી લ્યો તો તૈયાર છે કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું

Kakdi nu instant athanu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Delicious food ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બાજરાની રાબડી બનાવવાની રીત | Bajra ni rabdi banavani rit

પપૈયા નો સંભારો બનાવવાની રીત | Papaiya no sambharo banavani rit | Papaiya no sambharo banavani recipe

મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત | milk powder na penda banavani rit | milk powder na penda recipe in gujarati

મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati | missi roti banavani rit

વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit | vaghareli rotli recipe in gujarati

દહીં ભાત બનાવવાની રેસીપી | curd rice recipe in gujarati | dahi bhat banavani rit gujarati ma

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement