શરીરની ગરમી દૂર કરવા અને ગરમીથી બચવાના ઉપાયો મા ૧૩ વસ્તુ નું સેવન કરી શકો છો

Garmi thi bchvana upayo - ગરમીથી બચવાના ઉપાયો - શરીરની ગરમી દૂર કરવા ના ઉપાય
Advertisement

આજ ના આર્ટીકલ મા મેળવો માહિતી,  શરીરની ગરમી દૂર કરવા કઈ કઈ વસ્તુ ઓ નું સેવન કરવું જોઈએ , અને ગરમીથી બચવાના ઉપાયો જેમાં વિવિધ ૧૩ વાનગી જે ઠંડક અપાવે છે,garmi thi bachvana upay.

Garmi thi bachvana upay

ઉનાળો આવતાની સાથે જ અલગ અલગ વસ્તુઓ, નવી નવી ઠંડી ઠંડી વાનગીઓ, ઠંડા-પીણા ખાવાનું-પીવાનું શરુ થઇ જાય છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધી વસ્તુઓનું સેવન કરતી વખતે આપણે આપણા સ્વાસ્થ્ય નું વિચારતા નથી.

બજાર માં મળતા ઠંડા પીણા, ખાવાની વસ્તુઓ હાઈજીનીક હોય છે કે નહિ તે વિચારતા હોતા નથી.જેથી કરી ને અઆપને બીમારિયો નો ભોગ બનીએ છીએ.

Advertisement

તેથી જ ઉનાળામાં એવા શાકભાજી, ફળ અને પીવાના પદાર્થો આપણે આપના આહાર માં સામેલ કરવા જોઈએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય.

જેમાં વધારે પ્રમાણ માં પોષક તત્વો અને પાણી હોય.

ગરમી ની ઋતુ માં હળવો ખોરાક ખાવો જોઈએ, તેલ અને મસાલા યુક્ત ભોજન ઓછું ખાવું જોઈએ.

બળબળતા તડકા થી રક્ષણ આપે એવા પીણા પીવા જોઈએ. તેના માટે ફક્ત કોલ્ડ ડ્રીન્કસ કે આઈસ ક્રીમ પર જ નિર્ભર ના રહેવું જોઈએ.

આજે આ લેખ માં ઉનાળામાં કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ કે જે શરીર ને સ્વસ્થ રાખે અને ગરમી થી બચાવે તેના વિષે જાણકારી આપીશું.

શરીરની ગરમી દૂર કરવા ગુલકંદ નું સેવન કરો

ઉનાળા માં ગુલકંદ ખાવાથી શરીર ને ઠંડક પ્રાપ્ત થાય છે. ગુલકંદ શરીર ને ડીહાઈડ્રેશન થી બચાવે છે.

ત્વચા ને પણ તાજગી આપે છે. પેટ ને ઠંડક પહોચાડે છે. ગુલકંદ માં વિટામીન ‘સી’ ઈ અને બી સારી માત્રા માં મળી રહે છે.

તેમાં એન્ટી ઓક્સીડેંટ પણ ભરપૂર પ્રમાણ માં હોય છે. જે આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

જમ્યા પછી ગુલકંદ ખાવાથી ખોરાક નું પાચન ઝડપ થી થાય છે.

ગરમીથી બચવાના ઉપાયો મા ખીરા કાકડી નું સેવન કરો

ખીરા કાકડી ને પાણી નોસ્ત્રોત માનવામાં આવે છે. કાકડી માં ૯૬%જેટલું પાણી હોય છે.

તેમાં વિટામીન “ઈ” “બી-૧, “બી-૬” , વિટામીન-સી”, વિટામીન-ડી, પોટેશિયમ, ફોસ્ફરસ, આયરન વગેરે પોષકતત્વો મળી રહે છે.

નિયમિત રીતે કાકડીનું જ્યુસ પીવાથી શરીર માં પાણી નું પ્રમાણ ઓછું થતું નથી અને ત્વચા પણ જવાન રહે છે. તેના સેવન થી કબજિયાત પણ થતી નથી.

શરીરની ગરમી દૂર કરવા છાસ નું સેવન કરો

ઉનાળા નો અમૃત કહેવામાં આવે છે છાસ, બધા પૌષ્ટિક ગુણો થી ભરપૂર હોય છે છાસ.

છાસ પીવાથી રોગ પ્રતિકારકશક્તિ માં પણ વધારો થાય છે. ગરમીના કારણે શરીર ને તરત જ ઠંડક આપવા માટે છાસ પીવો.

છાસ માં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્ર માં મળી રહે છે.

ગરમીથી બચવાના ઉપાયો મા તરબૂચ ના જ્યુસ નું સેવન કરો

ઉનાળો ચાલુ થઇ ગયો છે, આવા માં તાજા ફળો અને તેના જ્યુસ ખુબ જ ટેસ્ટી લાગે છે. સાથે સાથે તે શરીર ને ઠંડક આપે છે,

સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. ઉનાળા માં મળતું તરબૂચ પણ તેમાંથી એક છે, તરબૂચ નું જ્યુસ ગરમીમાં ખુબ જ ફાયદો કરે છે. અને શરીર ને ફીટ અને ફાઈન બનાવે છે.

ઉનાળા ના દિવસોમાં ઓછા માં ઓછું બે ગ્લાસ તરબૂચ નું જ્યુસ પીવું જોઈએ.

શરીરની ગરમી દૂર કરવા નારિયેળ નું પાણી પીવું ખુબ જ સારું છે

નારિયેળ નું પાણી પિતા રહેવાથી શરીર માં પાણી નું પ્રમાણ ઓછું થતું નથી.

શરીર માં પાણી ની માત્ર ઓછી થઇ જાય ,ગરમીના ઝાડા થઇ જાય, ઉલટી થાય, ત્યારે નારિયેળ નું પાણી ખુબ જ અસર કરે છે.

આના સેવન થી પાણી ની કમી તો દૂર થાય જ છે, સાથે સાથે જરૂરી એવા બધા પોષક તત્વો પણ મળી જાય છે.

ગરમીથી બચવાના ઉપાયો મા ફુદીનો શ્રેઠ છે

ફુદીનો માઉથફ્રેશનર નું કામ કરે છે, તેનું નામ સાંભળતા ની સાથે જ તાજગીનો અનુભવ થાય છે.

ઉનાળા માં દહીં સાથે દરરોજ ફુદીનાનું સેવન કરવું જોઈએ. શરીર ને ઠંડક મળે છે, પાચનશક્તિ મજબૂત બનાવે છે.

બાળકોને લૂ લાગી ગઈ હોય તો ફુદીના નું પાણી પીવડાવવું જોઈએ તેનાથી ખુબ જ ફાયદો થાય છે.

ઉનાળામાં રોજ ફુદીના નું સેવન કરવું સસ્થ્ય માટે ખુબ જ સારું છે.

શરીરની ગરમી દૂર કરવા સત્તુ નો ઉપયોગ કરો

દેશી ચણા ને પીસી ને જે લોટ બનાવવામાં આવે છે, તેને સત્તુ કહેવામાં આવે છે.

સત્તુ પેટ ની ગરમીને દૂર કરે છે. તેના શરબત માં સાકર અને મીઠું નાખી ને પીવામાં આવે છે.

ગરમીઓમા સત્તુ નો આ શરબત ખુબ જ લાભકારી નીવડે છે.

ગરમીથી બચવાના ઉપાયો મા ડુંગળી નું સેવન કરો

રોજીંદા ખોરાક માં ડુંગળી નો સમાવેશ કરવો જોઈએ. તેનું સેવન કરવાથી ગરમી થી રાહત મેળવી શકાય છે.

ડુંગળી નું સેવન કરવાથી લૂ થી બચી શકાય છે, સાથે સાથે ગરમી ને લગતી બધી બીમારીઓ માં રક્ષણ આપે છે ડુંગળી.

શરીરની ગરમી દૂર કરવા લીંબૂ પાણીનું સેવન કરો

લીંબૂ પાણી ને ગરમી નું શ્રેઠ પીણું માનવામાં આવે છે. ગરમીમાં રાહત અપાવે છે લીંબૂ નું પાણી.

ગરમીથી બચવાના ઉપાયો મા જમવામાં વિવિધ સલાડ નો સમાવેશ કરો

જમવામાં સલાડ નો ઉપયોગ વધારે કરવો જોઈએ. સલાડ માં ૯૫% પાણી ની માત્રા હોય છે.

તેમાં પ્રોટીન સારી માત્રામાં મળી રહે છે. સલાડમાં કાકડી, અને ડુંગળી નું સેવન કરવું જોઈએ.

શરીરની ગરમી દૂર કરવા આઈસક્રીમ નું સેવન કરો

ગરમી આવે અને આઈસક્રીમ નો ઉલ્લેખ ના થાય એવું તો બને જ નહી.

આઈસ ક્રીમ ને જંક ફૂડ માં સામીલ ના કરી શકિયે કારણકે તેમાં દૂધ, ડ્રાય ફ્રુટ્સ વગેરે વસ્તુઓ હોય છે.

ગરમીથી બચવાના ઉપાયો મા આમ પન્ના નું સેવન કરો

આમ પના એટલે કાચી કેરીનો શરબત. જે તમને લૂ થી બચાવે છે.

ઉનાળામાં દરરોજ બે ગ્લાસ આમ પન્ના પીવાથી પાચન સારું રહે છે અને કબજિયાત ની સમસ્યા થતી નથી અને પેટ ની સમસ્યા પણ દૂર થાય છે.

શરીરની ગરમી દૂર કરવા દૂધી ના રસ નું સેવન કરો

દૂધી એક એવી શાકભાજી જે લગભગ બધી વ્યક્તિઓને પસંદ આવતી નથી. ખાસ કરી ને બાળકોને. 

દૂધીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા વિટામીન “એ”અને “સી” મળી રહે છે.

ઉનાળા ને સંબધિત કેટલાક મુજાવતા પ્રશ્નો

ગરમી ની સીઝન માં શું ખાવું જોઈએ?

મૌસમી ફળો અને શાકભાજી નું સેવન કરવાથી ફાયદો થાય છે. પાંદડા યુક્ત શાકભાજી ખાવ થી ફાયદો થાય છે.

શરીર માં વધારે પડતી ગરમી થઇ જવાથી શું થાય છે?

ઉનાળામાં વધારે ઊડતો શારીરિક શ્રમ કરવાથી સામાન્ય શરીર માં પણ તાપ પેદા થઇ જાય છે. જે આપણા શરીર ની શરીક ક્ષમતા કરતા વધારે હોય છે. કારણકે ઉનાળા માં તાપમાન જ બહુ જ ગરમ હોય છે, અને શરીર ને ઠંડુ કરવા માટેની ક્ષમતા ને ઓછી કરી દે છે. આ બધું થવાના સામાન્ય કારણ પાણી ની ઓછી માત્રા હોઈ શકે છે.  

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

કુલ્લકી શરબત બનાવવાની રીત | Kuluki Sarbar recipe in Gujarati

શક્કરીયા ગાજર ખાવાના 8 ફાયદા અને નુકસાન Sweet potato benefits in Gujarati

માખણ ના ફાયદા અને માખણ ના નુકશાન | માખણ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Makhan na fayda

શેરડી ના ફાયદા, ઉનાળામાં શેરડી નો રસ પીવાના ફાયદા વિવિધ સમસ્યામાં અને ઘરેલું ઉપચા | serdi na ras na fayda

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement