Gajar ane nariyal nu salad banavani recipe | ગાજર અને નારિયળ નું સલાડ બનાવવાની રેસીપી

Gajar ane nariyal nu salad - ગાજર અને નારિયળ નું સલાડ
Image credit – Youtube/Vidhya's Vegetarian Kitchen
Advertisement

નમસ્તે મિત્રો સલાડ તો બધા ના ઘરમાં બનતા હશે પરંતુ આજે આપડે કંઈક નવીજ રીત નું સલાડ તૈયાર કરીશું જેમાં આપડે ગાજર અને નારિયળ ના ખમણ ના ઉપયોગ કરી ને બનાવીશું . છે ને સાંભળવામાં એક દમ જ અલગ તો ચાલો આ નવી રીત નું Gajar ane nariyal nu salad – ગાજર અને નારિયળ નું સલાડ બનાવતા શીખીએ.

Ingredients

  • છીણેલું ગાજર 2.5 કપ
  • લીલું મરચું તીખું જીણું સમારેલું 1 નંગ
  • લીલા ધાણા થોડા સમરેલા 1-2 ચમચી
  • લીંબુ નો રસ 2-3 ચમચી
  • છીણેલું નારિયળ ½ કપ
  • મીઠા લીમડાનાં પાંદ 5-6
  • મીઠું 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી

Gajar ane nariyal nu salad banavani recipe

ગાજર અને નારિયળ નું સલાડ બનાવવા માટે સૌ પ્રથમ 3-4 ગાજર લેશું જેને સારી રીતે પાણી માં ધોઈ અને છોલી લેશું ત્યાર બાદ ખમણી માં જે સાવ ઝીણી બાજુ ની ખમણી છે . તે ઝીણી બાજુ ની ખમણી માં બધા ગાજર ને ખમણી અને 2.5 કપ જેવો માપ લઈ અને બધા ખમણેલા ગાજર ને આપણે એક મોટા બાઉલ માં નાખી દેશું .

ત્યાર બાદ આપડે જે બાઉલ માં ખમણેલા ગાજર લીધા છે તે ગાજર માં આપડે ½ કપ જેટલું છીણેલું નારિયેળ નાખીશું . છીણેલું નારિયળ બજાર માં તૈયાર મળે છે તે બજાર માંથી તૈયાર લઈ સકો છો  . ત્યાર બાદ તેમાં 1 ચમચી જેટલું મીઠું , લીંબુ નો રસ 2-3 ચમચી , લીલા ધાણા 1-2 ચમચી જેવા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું .

Advertisement

હવે એક વગારિયું લેશું તેમાં 1 ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં ½ ચમચી રાઈ નાખશું રાઈ બરાબર તતડી જાય એટલે તેમાં આપડે જે તીખા મરચા જીણા સુધાર્યા છે તે અને મીઠા લીંબડા ના પાંદ 5-6 નાખી અને બધી વસ્તુ ને બરાબર ધીમા તાપે 1-2 મિનિટ જ સેકી લેશું .

ત્યાર બાદ આપડો વગાર તૈયાર છે તેને આપડે ગાજર વાળા બાઉલ માં નાખી દેશું . અને એક દમ સારી રીતે મિક્સ કરી લેશું .

તો તૈયાર છે આપડું ગાજર અને નારિયળ નું સલાડ જેને તમે રોટલી શાક કે દાળ ભાત સાથે સર્વ કરી શકો છો.

નીચે પણ સ્વાદિષ્ટ રેસીપી છે તે પણ જુઓ

Advertisement