Advertisement
Home Automobiles વિશ્વની સૌથી મોંઘી એસયુવી

વિશ્વની સૌથી મોંઘી એસયુવી

Advertisement

ગયા વર્ષે દુબઇ ઇન્ટરનેશનલ મોટર શો માં કાર્લમૅન કિંગ(Karlmann King) રજૂ કરાયું હતું , કાર્લમૅન કિંગ(Karlmann King) વિશ્વ ની સૌથી મોંઘી SUV છે અને તે 22 લાખ $ થી શરૂ થાય છે. આ SUV તમને ભારતમાં બમણો ખર્ચો કરાવી સકે છે. આ કાર ની આંતરરાષ્ટ્રીય કીમત  રૂ. 14.27 કરોડ (TAX વગર) છે. વધુમાં, તેની વિશિષ્ટતા જાળવી રાખવામાં માટે આ મોડેલ નું ઉત્પાદન ફક્ત 12 એકમો સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે.

karlmann king suv beast

ચીની ઓટોમોટિવ કંપની આઇએટી ઓટોમોબાઇલ ટેકનોલોજી( IAT Automobile Technology) દ્વારા તેની રૂપરેખા (Design) તૈયાર કરવા માં આવી છે, આ SUV ને લડાકુ વાહન જેવો દેખાવ આપવા માં આવ્યો છે. સાથે સાથે તેમાં ઉત્પાદકો દ્વારા અન્ય વૈવિધ્યપૂર્ણ બદલાવ ના વિકલ્પો (customization options)પણ આપ્યા છે. જે ની કીમત 3.5 મિલિયન ડોલર (રૂ. 22.7 કરોડ) પાર કરી શકે છે.

કાર્લમૅન કિંગ(Karlmann King) ફોર્ડ -550 ના પ્લેટફોર્મ(chassis) પર આધારિત છે અને તેનું વજન આશરે 4.5 ટન છે, જ્યારે વૈકલ્પિક બદલાવો થી વજન 6 ટન સુધી વધી શકે છે. 6 મીટર લાંબી એસયુવી મા ફોર્ડ ના 6.8-લિટર વી 10 એન્જિનનો ઉપયોગ થયો છે, જે આશરે 400 પીએસ પાવરનું સંચાલન કરે છે. જો કે, વાહનનું વજન તેની ટોચની ઝડપને ફક્ત 140 કિલોમીટર જેટલું જ મર્યાદિત કરે છે.

જે કોઈ કાર્લમેન કિંગ ખરીદશે તે ચોક્કસપણે ડ્રાઇવરની બેઠક પર બેસશે નહીં પરંતુ તે પાછળની સીટમાં બેસવા નું પસંદ કરશે, તેની પાછળ નું મુખ્ય કારણ તેની કેટલીક શ્રેષ્ઠ સુવિધાઓ છે .તેમાં હાય-ફાઇ સાઉન્ડ( Hi-Fi sound), અતિ એચડી 4 કે ટેલિવિઝન(ultra HD 4K television) સેટ, પ્રાઇવેટ તીજોરી ,સેટેલાઈટ ફોન , બિલ્ટ-ઇન ફ્રિજ, કોફી મશીન, ઇલેક્ટ્રિક ટેબલ, સ્વતંત્ર એસી, ઇનડોર નિયોન લાઇટ કંટ્રોલ અને લગભગ બધું જ તમે કારની અંદર કલ્પના કરી શકો છો.

 

Exit mobile version