Advertisement
Home Yummy Recipes ઘરે બનાવો રગડા પેટીસ – Ragda Pattice Recipe

ઘરે બનાવો રગડા પેટીસ – Ragda Pattice Recipe

Ragda Pattice - ragda patties recipe in Gujarati - ragdo banavani rit Gujarati - રગડા પેટીસ બનાવવાની રેસીપી
image - youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું રગડા પેટીસ બનાવવાની રેસીપી, જેમાં સ્વાદિષ્ટ પેટીસ પણ બનાવીશું, Ragda patties recipe in Gujarati.

Ragda patties recipe

રગડા પેટીસ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • બે કપ સફેદ વટાણા પાણીથી ધોઈ અને ૪ થી ૫ કલાક પલાળી લા
  • એકથી બે ચમચી તેલ
  • ૧ ચમચી જીરું
  • અડધી ચમચી હિંગ
  • બે ચમચી આદુ-લસણની પેસ્ટ એક ચમચી ધાણાજીરું ભૂકો
  • ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો અડધી ચમચી હળદર
  • મીઠુ સ્વાદ મુજબ
  • અડધી ચમચી બેકિંગ સોડા
  • અડધી ચમચી ગરમ મસાલો આઠથી દસ લીલા ધાણા ઝીણા સુધારેલા
  • પેટીસ બનવા
  • પાંચથી છ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  • અડધો કપ પલાળેલા પૌવા
  •  એક ચમચી આદુ-લસણની પેસ્ટ ૩-૪ લીલા ધાણા સુધારેલા
  • થોડો ફુદીનો
  •  એક ચમચી કસુરી મેથી
  • ૧ ચમચી ધાણાજીરૂ ભૂકો
  • ૧ ચમચી લાલ મરચાંનો ભૂકો ૧ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • એક ચમચી ચાટ મસાલો
  •  અડધી ચમચી આમચૂર પાવડર

રગડા પેટીસ બનાવવાની રેસીપી

રગડા પેટીસ બનાવવા સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી સેકો શેકાઈ જાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી થોડીવાર સાંતળો પેસ્ટ સંતળાઈ જાય એટલે તેમાં લાલ મરચાંનો ભૂકો ધાણાજીરૂ નો ભૂકો હળદર નાખી બે ચમચી જેટલું પાણી નાખી બધા મસાલા શેકી લો ત્યારબાદ તેમા ૪ થી ૫ કલાક પલાળી લા સફેદ વટાણા નાખી બરોબર હલાવો

ત્યારબાદ તેમાં બે થી ત્રણ કપ પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું અને બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી કૂકરના ઢાંકણ બંધ કરી નાખો અને ઓછામાં ઓછી પાંચથી છ સીટી થવા દો ત્યાર પછી કૂકરના ઢાંકણ ખોલી ચેક કરી લેવું જો પાણી વધુ લાગતું હોય તો થોડીવાર ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી ખડખડ આવી તેમાં ગરમ મસાલો અને લીલા ધાણા નાંખી રગડો તૈયાર કરી લેવો

પેટીસ બનાવવા બાફેલા બટાકાની છૂંદી તેમાં આદુ મરચાની પેસ્ટ સ્વાદ મુજબ મીઠું પલાળેલા પૌવા લીલા ધાણા ધાણાજીરૂ ભૂકો લાલ મરચાનો ભૂકો કસૂરી મેથી લીલા ધાણા ચાટ મસાલો આમચૂર પાવડર નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેને મનગમતા આકારની પેટીસ બનાવી  તવી પર થોડું તેલ લગાડી બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લ્યો(અથવા તેલ માં તરી લ્યો)

તૈયાર રગડા પેટીસ ને પીરસતી વખતે તેના પર ધાણા ફુદીના ની ચટણી આમલીની ચટણી ચાટ મસાલો સેવ ડુંગરી તેમાં દાડમના દાણા વાળી સજાવી પીરસો,Ragda patties recipe in Gujarati.

Ragda patties recipe વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો આ રીતે સ્વાદિષ્ટ પંજાબી રાજમા

ફરાળી શક્કરિયા નો હલવો

વ્રત માં ઘરે બનાવો ખુબજ સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણા ની ખીર

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version