Advertisement
Home Yummy Recipes વિડીયો: ફરાળી શક્કરિયા નો હલવો

વિડીયો: ફરાળી શક્કરિયા નો હલવો

Faradi Sakariya No Halvo Recipe in Gujarati - Faradi Sakariya No Halvo - શક્કરિયા નો હલવો
Image - Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે અમે ફરી એક ફરાળી રેસીપી લાવ્યા છીએ એ પણ શક્કરીયા ની જે સ્વાદમાં અને ગુણો માં પણ ઉત્તમ છે તો ચાલો જોઈએ , ફરાળી શક્કરિયા નો હલવો – Faradi Sakariya No Halvo Recipe in gujarati.

શક્કરિયા નો હલવો બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે- Sakariya No Halvo Ingredients

  • અડધો કિલો બાફેલા શક્કરિયા
  • ૧ કપ ઉકાળેલું દૂધ
  • પા કપ ખાંડ (શક્કરિયા મોરા કે મીઠા હોય એ પ્રમાણે ખાંડ ઓછી વઘુ કરી નાખવી)
  • પા ચમચી એલચીનો ભૂકો અડધો કપ શેકેલ બદામ કાજુ પિસ્તા ના કટકા
  • ૧-૨ ચમચી કિસમિસ
  • ૬-૭ તાંતણા કેસર
  • પા કપ ધી (જરૂર પ્રમાણે વઘુ ઓછું કરવું)

Faradi Sakariya No Halvo Recipe – શક્કરિયા નો હલવો

શક્કરિયા નો હલવો ( Faradi Sakariya No Halvo Recipe ) બનાવવા સૌપ્રથમ  શક્કરિયા ને બરોબર ધોઇ કૂકરમાં પાણી નાખી ૩-૪ સિટી મીડીયમ ગેસ પર  બાફી લો સકરીયા બફાઈ જાય એટલે તેને ઠંડા કરી તેની છાલ ઉતારી છીણી વડે છીણી એકબાજુ મૂકી દો.

હવે એક કડાઈમાં એક ચમચી ઘી લઇ તેમાં બદામ કાજુ ના કટકા નાખી સેકી લ્યો ત્યાર બાદ તેમાં કીસમીસ નાખી તેને પણ સેકી ને કડાઈ માંથી કાઢી લેવા.

ત્યાર બાદ ફરી એ જ કડાઈમાં ૨-૩ ચમચી ઘી લઈ ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલા શક્કરિયા નાખી ૫-૭ મિનિટ સેકો ત્યારબાદ તેમાં દૂધ નાખી ૧૦-૧૫ મિનિટ  બરાબર હલાવતા રહો જ્યાં સુધી શક્કરિયા દૂધ સાથે બરોબર મિક્સ થઈ ને ઘટ્ટ પેસ્ટ ના બને એક વખત  શક્કરિયા શેકો.

શેકાઈ જાય ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ફરી થી ૫-૭ મિનિટ સેકો ને તેમાં કેસર ને એલચી નો ભૂકો શેકેલા ડ્રાય ફ્રૂટ નાખી ફરી થી ૩-૪ મિનિટ સેકી ને જો જરૂર લાગે તો ૧-૨ ચમચી ઘી નાખી હલાવી ગેસ બંધ કરવો તો તૈયાર છે શક્કરિયા નો હલવો( Faradi Halvo Recipe in Gujarati ).

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa

ઘરે સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

વિડીયો: ઘરે બનાવો Dry fruit Faradi Ladu જે Healthy પણ છે

5 મિનીટ માં ઘરે બનાવો ફરાડી લોટ Faradi Lot Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version