Advertisement
Home News શું ATM મશીન માંથી ખોટી નોટ નીકળી છે? હવે મળી શકશે પુરા...

શું ATM મશીન માંથી ખોટી નોટ નીકળી છે? હવે મળી શકશે પુરા પૈસા પાછા.

Fake Currency dispensed from ATM
Fake Currency dispensed from ATM
Advertisement

આજે ડિજીટલાઈઝેશન ને કારણે લોકો પૈસા ની ઓનલાઈન હેરફેર કરવાનું પસંદ કરે છે. ઓનલાઈન ટ્રાન્જેક્શન ને સૌ પ્રથમ મહત્વ નોટબંધી ના સમયે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલમાં ATM પણ ખુબજ ઉપયોગ માં લેવામાં આવી રહ્યા છે. બેંક પણ તેના ગ્રાહકો ને ATM નો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે છે. ઉપરાંત ATM માં પણ નવી નવી બેન્કિંગ સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેથી ગ્રાહક પોતાનો વહીવટ ATM માંથી જ પૂરો કરી શકે અને બેંક જવાની જરૂર પડે નહીં.

ATM ના ઘણા બધા ફાયદા છે, તો સામે ઘણા બધા નુકશાન પણ છે. અને ATM માંથી નકલી નોટ નીકળવી એ તેમાંથી સૌથી મોટી તકલીફ છે. ઉપરાંત ઘણી વાર તૂટેલી નોટ પણ નીકળે છે, જે કોઈ પણ વ્યક્તિ ઈચ્છતો નથી. અને તેનો કોઈ વાંક પણ હોતો નથી. પરંતુ હોવી જો તમારી સાથે આવું કાઈ થાય તો ગભરાવાની જરૂર નથી. RBI (ભારતીય રીસર્વ બેંક) એ તે નકલી નોટ બેંક માં જમા કરવા ની આખી રીત કહી છે. તેના માટે RBI દ્વારા ગાઈડલાઇન પણ આપવામાં આવી છે. 

RBI ની ગાઈડલાઇન અનુસાર જો ATM માંથી કોઈ ખોટી કે તૂટેલ નોટ નીકળે છે, તો તેની સંપૂર્ણ જવાબદારી બેંક ની રહે છે. અને જો આવી નોટ નીકળે તો તમને આ મુજબ ના પગલાં લેવા:

ATM માંથી પૈસા કાઢતી વખતે જો તમને ખબર પડે કે, નોટ ખોટી છે, તો ત્યારે જ તે નોટ ને ATM ના કેમેરા માં બતાવો, જેથી તે તમારા પુરાવા ને મજબૂત કરસે.

જો તે ATM માં કેમેરો ના હોય તો ત્યાં રહેલા સુરક્ષા કર્મી ને ત્યારે જ જાણ કરવી કે ATM માંથી ખોટી નોટ નીકળેલી છે.

જે ટ્રાન્જેક્શન માં નોટ ખોટી નીકળી છે, તેની સ્લીપ ને સંભાળી ને રાખવી.

જો શક્ય હોય તો તે ATM પાસે રહી ને જ બેંક માં ફરિયાદ નોંધાવી લેવી જેથી તમારી લોકેશન ની ખબર પડે.

બેંક માંથી અસલી નોટ લેવા માટે તમને સાબિત કરવું પડશે કે તે નકલી નોટ ATM માંથી જ નીકળેલ છે. અને આ સમયે લેવામાં આવેલ પગલાં તમારા દાવા ને મજબૂત કરશે.

જ્યારે બેંક માં નકલી નોટ બતાવો તો તે બેંક ની જવાબદારી છે કે તે પોલીસ માં FIR નોંધાવે.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Exit mobile version