Advertisement
Home Stories આર્યમન વર્મા ભારત નો સૌથી નાનો ડ્રોન ડેવલોપર

આર્યમન વર્મા ભારત નો સૌથી નાનો ડ્રોન ડેવલોપર

Advertisement

લુધિયાણાના એક 13 વર્ષના છોકરાએ સૌથી નાના ડ્રોન ડેવલપર તરીકે ભારતના બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું.

સટ પૉલ મિત્તલ સ્કૂલના એક વિદ્યાર્થી, આર્યમને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આર્યમન વર્માએ ક્વાડકોપ્ટર પ્રકાર ના ડ્રોન નિર્માણ કર્યું, જે 70 ફુટ ઊંચે સુધી ઉડવા માટે સક્ષમ છે, માત્ર એક મહિનાનો સમય લાગ્યો આ પ્રકાર ના ડ્રોન નિર્માણ કરવા માં અને તે હવાની ગુણવત્તા બતાવતું મોનીટર પણ બનાવી રહ્યો છે કે જે હવામાં ભેજ છે કે નહિ તે જાણ કરશે. આર્યમન વર્મા એવા રોબોટ્સ બનાવવા માંગે  જે આપણા દેશને મદદ કરી શકે

ભારત બુક ઓફ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાવતા વર્માના પરિવારજનોએ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માટે પણ નામ મોકલ્યું છે. આર્યમનની માતા આશા છે કે તે વિશ્વ વિક્રમ ધારકો ની યાદી માં પસંદગી પામશે.

Source: Deccan Chronicle

 

Exit mobile version