Advertisement
Home Stories મુંબઈ ના પ્રતમેશ હીરવી એ ISRO માં વૈજ્ઞાનિક બનવાની સિદ્ધિ મેળવી

મુંબઈ ના પ્રતમેશ હીરવી એ ISRO માં વૈજ્ઞાનિક બનવાની સિદ્ધિ મેળવી

Advertisement

મુંબઇના ફિલ્ટર પાડા ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રતમેશ હીરવી  ISROમાં વૈજ્ઞાનિક બનવાની સિદ્ધિ મેળવી છે.જોકે પ્રતમેશ હીરવી એ આસિદ્ધિ મેળવવાનાર પ્રથમ મુંબઈ નિવાસી છે. વૈજ્ઞાનિક બનવા માટે ૧૦ વર્ષ નો અથાક પરિશ્રમ લાગ્યો.

Pratamesh Hirve

Mirror Now ના જણાવ્યા અનુસાર, પ્રતમેશ હીરવી મુંબઈના ભારે વસ્તીવાળી ઝૂંપડપટ્ટી વિસ્તાર માં મોટાભાગનું જીવન પસાર કર્યું છે. અને પ્રતમેશ હીરવી ને એન્જિનિયર બનવાની ઇચ્છા હતી, પરંતુ તેમના પરિવાર અને મિત્રો શરૂઆતમાં માનતા ન હતા. તેઓ ઇચ્છતા હતા કે પ્રતમેશ હીરવી આર્ટ્સ માં આગળ ભણવાનું ચાલુ રાખે, કારણ કે તે તેને ઓછો ખર્ચાળ અને સરળતાથી થઇ શકે એમ છે. હિન્દી-માધ્યમની શાળામાં અભ્યાસ કર્યા પછી પ્રતમેશ હીરવી એ ડિપ્લોમા કર્યા પછી એન્જિનિયરીંગ કર્યું છે.

Mid-day.com  ની સાથે વાત કરતા પ્રતમેશ હીરવી જણાવે છે કે

ડીપ્લોમાં કોર્ષ ના પ્રથમ બે વર્ષ ભાષા અવરોધ અને અઘરા એન્જિનિયરિંગ કોન્સેપ્ટ ને કારણે ખુબજ મુસ્કેલ ગયા હતા. તે હમેશ છેલ્લી બેંચ પર બેસવા નું પસંદ કરતો હતો જેથી પ્રોફેસરો તેને પ્રશ્નો ના પૂછે અને તે જવાબ આપી પણ શકતો નહતો.

પ્રતમેશ હીરવી એ ઇન્ટર્નશીપ દરમિયાન ઇંગ્લીશ પર ધ્યાન આપી ઇંગ્લીશ ની નબળાઈ ને પ્રતિકાર આપ્યો હતો. પ્રતમેશ ની મેહનત જોઈ તેના માતાપિતા એ પણ તેને ટેકો આપવા નું શરૂ કર્યું. તેણે ગયા વર્ષે ISRO માં અરજી કરી હતી પરંતુ તેનું નામ વેટીંગ લીસ્ટ માં આવ્યું હતું. તે ફક્ત ISRO માં જ કામ કરવા ઈચ્છતો હતો ત્યારે આ વર્ષે તેની મેહનત રંગ લાવી અને તેની વિજ્ઞાનિક તરીકે પસંદગી થઇ ISRO માં.

ISRO ને મળેલી 16,000 અરજીઓમાંથી પ્રતમેશ હીરવી નવ પસંદ કરેલ ઇજનેરોમાંથી એક હતો. ISRO નો અર્થ શું થાય છે તેની માતા ને ખબર નથી, તેમ છતાં તેણીને તેના પુત્ર પર ગર્વ છે.

Image Soruce

 

Exit mobile version