Advertisement
Home Yummy Recipes વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Vej Kolhapuri banavani rit

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Vej Kolhapuri banavani rit

વેજ કોલ્હાપુરી - Vej Kolhapuri - વેજ કોલ્હાપુરી બનાવવાની રીત - Vej Kolhapuri banavani rit
Image credit – Youtube/Make eat healthy
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ કોલ્હાપુરી નું શાક બનાવવાની રીત – Vej Kolhapuri banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, do subscribe Make eat healthy YouTube channel on YouTube If you like the recipe , આ શાક ને તમે રોટલી, પરાઠા કે નાન સાથે ખાઈ શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. બે ની જગ્યા એ તમે ચાર રોટલી ખાઈ લો તેવું સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે વેજ કોલ્હાપુરી બનાવવાની રીત શીખીએ.

વેજ કોલ્હાપુરી બનાવવા જરૂરી સામગ્રી

  • આખા લાલ મરચાં ½ કપ
  • કાજુ 1 કપ
  • 1 ફુલાવર ના ટુકડા
  • સીમલા મરચા ના ટુકડા 1 કપ
  • ગાજર ના ટુકડા 1 કપ
  • સુધારેલી બિંસ 2 ચમચી
  • ડુંગળી ના ટુકડા 1 કપ
  • લીલાં વટાણા ½ કપ
  • તેલ 4 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • તજ 1 ઇંચ
  • મરી 5-6
  • ચકરી ફૂલ 1
  • લવિંગ 4-5
  • વરિયાળી 1 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • તેજપતા 1
  • જીરું 1 ચમચી
  • નારિયલ નો ચૂરો 2 ચમચી
  • ખસ ખસ 1 ચમચી
  • ટામેટા 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી 1 કપ
  • પનીર 100 ગ્રામ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Vej Kolhapuri banavani rit

વેજ કોલ્હાપુરી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં નવશેકું ગરમ પાણી નાખો. હવે બીજા બાઉલ માં કાજુ નાખો. હવે તેમાં પણ નવશેકું પાણી નાખી દયો. હવે મરચાં અને કાજુ ને દસ થી પંદર મિનિટ સુધી પલાળવા માટે રાખી દયો.

દસ મિનિટ પછી એક મિક્સર જારમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ટામેટા ના ટુકડા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. ફરી થી મિક્સર જારમાં કાજુ નાખો. હવે તેને પણ સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં તજ, મરી, લવિંગ, ચકરી ફૂલ, વરિયાળી,આખા ધાણા અને જીરૂ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં તેજ પત્તા, નારિયલ નો ચૂરો અને ખાસ ખસ નાખો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ચાર ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ફુલાવર ના ટુકડા, સિમલા મરચાં ના ટુકડા, ગાજર ના ટુકડા, સુધારેલી બિંસ અને ડુંગળી ના ટુકડા નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી શાક ને સેકી લ્યો.

તેમાં વટાણા નાખો. હવે ફરી થી શાક ને બે થી ત્રણ  મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો,હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આખા લાલ મરચાં અને ટામેટા ની ગ્રેવી તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.

તેમાં પીસી ને રાખેલા મસાલા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી કાજુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો, તેમાં સેકી ને રાખેલ શાક ને નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ કોલ્હાપુરી નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરો અને ગરમા ગરમ વેજ કોલ્હાપુરી નું શાક ખાવાનો આનંદ માણો.

Vej Kolhapuri recipe notes

  • લીલા વટાણા ની જગ્યા એ તમે ફ્રોજન વટાણા પણ લઈ શકો છો.

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Make eat healthy

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Make eat healthy  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જુવાર ના લોટ ની ઈડલી બનાવવાની રીત | Juvar na lot ni idli banavani rit

સફેદ ચોળા નું શાક બનાવવાની રીત | safed choda nu shaak banavani rit | safed choda nu shaak recipe in gujarati

પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati

બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version