Advertisement
Home Health & Fitness શિંગોડા ના ફાયદા થાઇરોડ જેવી 5 સમસ્યામા | Singhoda Fayda

શિંગોડા ના ફાયદા થાઇરોડ જેવી 5 સમસ્યામા | Singhoda Fayda

singhoda fayda in Gujarati - શિંગોડા ના ફાયદા
Advertisement

શિયાળો આવતાંની સાથે જ આપણા બજારની અંદર શિંગોડા દેખાવા મંડી જાય છે અને આ શિંગોડા એ લોહીની ઉણપની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક થાય છે તો ચાલો જાણીએ શિંગોડા વિશે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી, શિંગોડા ના ફાયદા, Singhoda na fayda in Gujarati,

શિંગોડા ના ફાયદા | Singhoda na fayda in Gujarati

જો તમે ઈચ્છો તો અને કાચું સેવન કરી શકો છો અથવા તો તેને બાફીને પણ સેવન કરી શકો છો, શિંગોડા ની અંદર વિટામિન સી, વિટામિન બી, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, આયરન, ફોસ્ફરસ જેવા અનેક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગુણો હોય છે જે આપણે અનેક રીતે ફાયદાકારક છે  

થાઇરોડમાં ફાયદાકારક

શિંગોડા આયોડિન મેળવવાનો એક ખૂબ જ ઉત્તમ સ્ત્રોત છે તેમજ તેની અંદર રહેલ આયોડિન આપણા ગળા માટે ખૂબ જ ફાયદાકારક છે અને શિંગોડા એ આપણી થાઈરોઈડ ગ્રંથિને સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે તેમજ ગળા ને લગતી બીજી ઘણી બધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે

શિંગોડા ના ફાયદા શ્વાસ સંબંધિત સમસ્યાઓમા

તેની અંદર રહેલા વિટામિન્સ અને પોષક તત્વોને કારણે જો તમે તેનું સેવન કરો છો તો તમને શ્વાસને લગતી સમસ્યાઓ થતી નથી તેમજ અસ્થમા જેવી સમસ્યા હોય તેવા વ્યક્તિઓએ ખાસ કરીને તેનું સેવન કરવું, – Singhoda Fayda in Gujarati.

લોહીની ઉણપ દૂર કરે છે

જેવું કે ઉપર જણાવ્યું શિંગોડા ની અંદર સારા પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ તેની અંદર રહેલા બીજા સારા પોષક તત્વો આપણા શરીરની અંદર લોહીની ઉણપ થવા દેતા નથી, શિંગોડા ના ફાયદા – Singhoda Fayda in Gujarati.

હાડકા મજબુત કરે છે

શિંગોડા ની અંદર રહેલ કેલ્શિયમ એન્ટિઓક્સિડન્ટ આયરન તેમજ બીજા ઘણા બધા સારા પોષક તત્વો આપણા શરીરની અંદર કેલ્શિયમ સિવાય જરૂરી તત્વો પૂરા કરે છે અને આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ દૂર કરી આપણા હાડકા તેમજ દાંત મજબુત કરે છે

શિંગોડા ના ફાયદા સોજો ઉતારવા માટે

Singhoda na fayda – શિંગોડા ના ફાયદા ની વાત કરીએ તો ઘણી બધી વ્યક્તિઓને કઈ વસ્તુ વાગવાથી અથવા તો દુખાવાને કારણે સોજાની તકલીફ રહે છે આવી સમસ્યામાં શિંગોડા ને પીસી તેનું પેસ્ટ બનાવી લગાવવાથી આરામ મળે છે

શિંગોડા ના ફાયદા હરસની સમસ્યામા

જે વ્યક્તિઓને વરસ ની સમસ્યા હોય તેમણે પોતાના રેગ્યુલર આહાર ની અંદર શિંગોડા નું સેવન કરવું જોઈએ જેથી તેમને પાઇલ્સ અને સમસ્યામાં અથવા તો હરસની સમસ્યામાં આરામ મળશે – Singhoda Fayda in Gujarati.

શિંગોડા નું વધુ સેવન કરવાથી થતા નુકસાન

જો તમે પોતાના રોજિંદા જીવનમાં શિંગોડા નું સેવન કરો છો તો તેનું અતિશય સેવન કરવું નહીં રોજના પાંચ થી દસ ગ્રામ જેટલુજ શિંગોડાનો સેવન કરવું જોઈએ

જે પણ વ્યક્તિઓને અપચા ની સમસ્યા હોય તેઓએ તેનું સેવન કરવું નહીં તેનાથી કબજિયાત થવાની સમસ્યા થઈ શકે છે

જો તમે તેનો વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તમને ગેસ અને પેટ ભારે ભારે  લાગવા ની સમસ્યા થઈ શકે છે

શિંગોડાનું સેવન કર્યા પછી તરત જ પાણી પીવું નહીં પેટ દુખાવાની સમસ્યા થઈ શકે છે.

શિંગોડા નું અંગ્રેજી શું થાય?

શિંગોડા ને અંગ્રેજીમાં WATER CHESTNUT  કહેવાય છે.

શિંગોડા માં કયા કયા વિટામીન હોય છે?

શિંગોડા માં પોટેશિયમ, ઝીંક, વિટામીન-બી અને વિટામીન-ઈ મળી રહે છે.

શું શુગરમાં શિંગોડા ખાઈ શકાય?

શિંગોડા એક સીઝનલ ફળ છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. ડાયાબીટીશ ના દર્દીઓ માટે શિંગોડા ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

શિંગોડા ખાવથી શું ફાયદો થાય છે?

અસ્થમા ના દર્દીઓ માટે શિંગોડા ખુબ જ ફાય્દેંદ સાબિત થાય છે, પગ ના ચીરા વાઢીયા માં શિંગોડા નું સેવન કરવું ફાયદેમંદ છે, ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવું હૂબ જ સારું માનવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

કીસમીસ ના ફાયદા અને ઘરેલું ઉપચાર | દ્રાક્ષ ના પ્રકારો | કીસમીસ ના નુકસાન | Kismis na fayda in Gujarati

અખરોટ અને બદામ માથી કયું ડ્રાયફ્રૂટ સૌથી વધુ ફાયદાકારક છે?

સીતાફળ ના ફાયદા અને નુકશાન | Sitafal na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version