Advertisement
Home Yummy Recipes દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati

દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati

Sindhi Dal Pakwan recipe in Gujarati - દાળ પકવાન બનાવવાની રેસીપી રીત - dal pakwan banavani rit Gujarati ma
Image – Youtube/Papa Mummy Kitchen
Advertisement

કેમ છો મિત્રો આજે આપણે બનાવશું બહાર જેવાજ સ્વાદિષ્ટ દાળ પકવાન,દાળ પકવાન બનાવવાની રેસીપી,dal pakwan banavani rit gujarati ma,Sindhi Dal Pakwan recipe in Gujarati

દાળ પકવાન બનાવવાની રેસીપી

સિંધી દાળ પકવાન બનાવવા માટેની સામગ્રી નીચે મુજબ છે.

દાળ બાફવા માટે:-

  • ૧ કપ ચણા દાળ
  •  મીઠું ૧ ચમચી
  • ૧/૪ ચમચી હળદર પાઉડર

દાળ વઘારવા માટે:-

  • ૧ ચમચો તેલ વઘાર માટે
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૨ લીલા મરચાં સુધારેલા
  • ૧/૪ ચમચી હિંગ
  • ૧ ઇંચ આદું નો ટૂકડો જીણો સુધારેલો
  • ૭-૮ લીલા લીમડા ના પાન
  • ૧ સુકેલું લાલ મરચું
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • હરદર ૧/૪ ચમચી 

પકવાન માટે:-

  • ૧ કપ મેંદો
  • ૨ ચમચા તેલ લોટ બાંધવા
  • ૧/૪ચમચી મીઠું
  • ૧/૪ ચમચી અજમો
  • પકવાન તરવા માટે જરૂરી તેલ

Sindhi Dal Pakwan recipe in Gujarati

સ્વાદિષ્ટ દાળ પકવાન બનાવવા માટે પહેલા ચણા દાળ ને એક બાઉલમાં ધોઈ ને ૩-૪ કલાક પલારવા માટે મૂકી દેવાની.

દાળ બરાબર પલળી જાય પછી તેને એક કૂકર માં નાખી મીઠું અને હળદર પાઉડર નાખવું અને દાળ હોય એના કરતા૧.૫ ગણું પાણી નાખી ને બાફવા મુકો.

દાળ બફાય ત્યાં સુધી આપણે પકવાન નો લોટ બાંધી ને પકવાન બનાવી એક સાઇડ મૂકી શકીએ. પણ અહીં આપને દાળ ની રેસિપી પૂરી કરશું.

હવે દાળ વઘારવા માટે એક કડાઈ માં ૧ ચમચો તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખી ને તેમાં હિંગ નાખો.

પછી તેમાં લીલા મરચાં અને આદુ નાખી હલાવી લો અને પછી તેમાં સૂકું આખું લાલ મરચું, લીમડા ના પાન ,લાલ મરચું પાવડર અને  હળદર નાખી હલાવી લો અને પછી તેમાં બાફેલી દાળ નાખી ને બરાબર મિક્સ કરીને થોડી વાર ચડવા દો.

એક વાર ઉકાળો આવી જાય પછી તેમાં ૧-૨ ચમચી લીલા ધાણા સમારેલા નાખવા,તૈયાર છે સ્વાદિષ્ટ દાળ.

હવે  પકવાન બનાવવા માટે એક બાઉલમાં ૧ કપ મેંદો લઈ તેમાં મીઠું, અજમો અને ૨ ચમચા તેલ નાખી બરાબર મસળી ને તેમાં થોડું થોડું કરીને પાણી નાખી ને બરાબર કઠણ લોટ બાંધવો.

લોટ બંધાઈ જાય પછી તેને ૧૦ મિનિટ સુધી રહેવા દો,૧૦ મિનિટ પછી લોટ માંથી નાના નાના લોયા વારી લો.

હવે ગેસ પર એક કડાઈ માં પકવાન તરવા માટે જરૂરી તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય ત્યાં સુધીમાં લોટ ના લોયા ને રોટલી ની જેમ પાતળી વણી લો અને તેમાં ફોર્ક ની મદદ થી કાના કરી  અને તેને ગરમ તેલ માં નાખી તરી લો.

ધ્યાન રાખો કે આ પકવાન બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી તરવું,તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ પકવાન,

તમને દાળ પકવાન બનાવવાની રેસીપી,dal pakwan banavani rit ,કેવી લાગી અચૂક થી જણાવજો

Dal Pakwan recipe in Gujarati

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફરાળી સિંધી બટાકા ટુક બનાવવાની રીત – bataka tuk recipe in Gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત – Dal Dhokri recipe in Gujarati

લસુની દાળ ખીચડી બનાવવાની રીત – Lasooni Dal Khichadi recipe

દાલ મખની બનવવાની રીત – Daal Makhni Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version