Advertisement
Home Yummy Recipes હેલ્ધી પાલક ની પૂરી જે ઘરમાં દરેક ને પસંદ આવશે | Palak...

હેલ્ધી પાલક ની પૂરી જે ઘરમાં દરેક ને પસંદ આવશે | Palak puri recipe in Gujarati

palak puri recipe in Gujarati - લ્ધી પાલક ની પૂરી બનાવવાની સરળ રીત રેસીપી - પાલક ની પૂરી
Image – Youtube/Shalini's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું હેલ્ધી પાલક ની પૂરી બનાવવાની ખુબ સરળ રીત, આ રેસીપી ઘરના દરેક સભ્ય ને પસંદ આવશે, palak puri recipe in Gujarati

Palak puri recipe in Gujarati

પાલક ની પૂરી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • પાલક ૧ જુડી
  • ઘઉં ૨-૩ કપ
  • લીલા મરચા ૨-૩
  • આદુ નો નાનો કટકો
  • લસણ ની ૮-૧૦ કની
  • વરિયાળી ૧ ચમચી
  • આખા ધાણા ૧ ચમચી
  • દહીં ૨-૩ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લાલ મરચાનો પાઉડર ૧ ચમચી
  • ગરમ મસાલો અડધી ચમચી
  • લીલા ઘણા અડધો કપ
  • ઘી ૨-૩ ચમચી
  • તરવા માટે તેલ
  • જરૂર પ્રમાણે પાણી

હેલ્ધી પાલક ની પૂરી રેસીપી

પાલકની પૂરી બનાવવા સૌપ્રથમ પાલકને બરોબર સાફ કરી પાણીથી ધોઈ લ્યો ત્યારબાદ ગેસ પર થોડું પાણી ગરમ મૂકી પાણી ગરમ થાય એટલે તેમાં પાલક નાખી ત્રણ-ચાર મિનિટ બાફ લ્યો,

ત્યારબાદ પાલકને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખી ઠંડી કરી લો ને પાણી નિતારી લ્યો

હવે મિક્સર જારમાં લીલા ધાણા , લીલા મરચા, આદુ, વરીયાળી,લસણ ની કની ને સૂકા આખા ધાણા તેમજ દહીં નાખી પેસ્ટ બનાવી લો,

ત્યારબાદ એ જ જાળમાં ઠંડી થયેલી પાલક પણ પીસી લ્યો

હવે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો ભૂકો, ગરમ મસાલો ઘી નું મોયણન  નાખી બરોબર મિક્સ કરી લો,

ત્યારબાદ તેમાં પીસેલી પાલક તેમજ બીજી તૈયાર કરેલી પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જો જરૂર જણાય તો જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો ને  લોટને ઢાંકીને દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બાંધેલા લોટમાંથી મનગમતી સાઇઝનાં લુવા બનાવીલો,

એક એક કરો પૂરી વણી લો ને તેલ ગરમ થાય એટલે તેમાં એક એક પૂરી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી આમ બધી જ પૂરી તૈયાર કરી લ્યો ને ચા કે ચટણી સાથે પીરસો પાલક પૂરી

Palak puri recipe video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ક્રીમી પાલક સૂપ |Palak soup recipe in Gujarati

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri Recipe

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooniઅથવા Naradmooniલખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version