માટલાનું પાણી પીવાના ફાયદા | Matla nu pani pivana fayda in Gujarati

માટલાનું પાણી પીવાના ફાયદા - matla nu pani pivana fayda in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર મેળવીશું દરેક ના ઘરે મળી રહતા માટલા વિશે, ઉનાળામાં માટલાનું પાણી પીવાના ફાયદા, Matla nu pani pivana fayda in Gujarati

માટલાનું પાણી

ગરીબોનું ફ્રીઝ એવું માટી નું માટલું અને તેનું પાણી પીવાના અનેકાનેક ફાયદાઓ છે. પ્રાચીનકાળ થી ભારતીય ઘરોમાં માટલાનું પાણી પીવાય છે.

આજ કાલ તો ઘણા એવા ઘરો પણ છે જે હજી પણ માટી ના વાસણ માં રસોઈ બનાવે છે. તેમાં બનાવેલી રસોઈ હેલ્થ માટે ખુબ જ સારી માનવામાં આવે છે. તો પછી પાણી ની તો વાત જ શું કરવી.

Advertisement

માટીની ભીની ભીની સુગંધ જે પાણી માં આવી જાય છે અને એ જ પાણી પીવાનો આનંદ જ અનેરો હોય છે. માટી ના વાસણ માં રાખેલું પાણી પીવાથી અનેક રોગો થી બચી શકાય છે.

માટે જ આયુર્વેદમાં માટીના વાસણ અને માટીના માટલા નું પાણી પીવાનું કહેવામાં આવે છે.

ફ્રિઝનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ છે. ફ્રિઝનું પાણી પીવાથી તરત જ ખરાબ અસર જોવા મળતી નથી પરંતુ ધીમે ધીમે અસર જણાય છે.

પહેલા ના જમાનામાં આપણા વંશજો લાંબું જીવન જીવતા હતા તેનું મુખ્ય કારણ તો તેમની ખાણી-પીણી જ હતી.

તો ચાલો આજે જાણીએ માટલા નું પાણી પીવાના અનેક ફાયદાઓ.

માટલાનું પાણી પીવાના ફાયદા

માટલા નું પાણી અનેક અશુદ્ધિઓ દૂર કરે છે

આજ કાલ ના પ્રદુષિત વાતાવરણ માં પાણી શુધ્ધ આવતું નથી માટે આયુર્વેદ આપણને શુધ્ધ પાણી પીવાની સલાહ આપે છે અને ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપે છે.

માટલામાં રાખેલું પાણી પીવાથી તે પાણીમાં માટીના તમામ ગુણો આવી જાય છે.

ફિલ્ટર કરેલું પાણી પણ તમે માટલા માં ભરીને રાખી શકો છો માટે જ માટલામાં રાખેલું પાણી પીવાથી ફિલ્ટર વાળા પાણી ને વધારે શુધ્ધ બનાવે છે.

શરીર ને ઠંડક આપે છે

આપણને એમ થાય કે ફ્રીઝ માં રાખેલું પાણી વધારે ઠંડુ હોય છે તો માટલા નું પાણી કેવી રીતે ઠંડક આપશે? પરંતુ ફ્રીઝમાં ઠંડુ કરેલું પાણી સેહત માટે સારું નથી હોતું.

માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ થયેલું હોય છે જેથી તે આપણા ગળા માટે પણ સારું રહે છે અને આપને ઠંડક આપાવે છે

ફ્રીઝમાં રાખેલા પાણી ની તાસીર ગરમ થઇ જાય છે જે આપણા ગળા ને નુકસાન પહોચાડી શકે છે.

માટલાનું પાણી પાચન ક્રિયાને સારી બનાવે છે

માટલા નું પાણી પેટ સબંધિત દરેક સમસ્યામાં ફાયદેમંદ છે તે પાચન શક્તિ મજબૂત બનાવે છે.

માટે જ માટલા નું પાણી પીવાથી ગેસ ની સમસ્યા, કબજિયાત, અપચાની સમસ્યા થવાની સમસ્યા દૂર થઇ જાય છે.

માટલાનું પાણી ગળા ના દરેક રોગ માં ફાયદેમંદ છે

ફ્રીઝ નું ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થઇ શકે છે ઉધરસ થઇ શકે છે.

જયારે માટલાનું પાણી પીવાથી ગળાને લગતી સમસ્યા ક્યારેય થતી નથી અને માટલાનું પાણી ગળા ને સાફ રાખવામાં મદદ કરે છે.

શરદી અને તાવ થતા નથી

ક્યારેક ક્યારેક તડકામાંથી આવી ને તરત જ આપણે ફ્રીઝ નું પાણી પીએ છીએ પરંતુ એ પીવું જોઈએ નહિ.

ફ્રીઝ નું પાણી પીવાથી શરદી અને તાવ આવવાની સમસ્યા થઇ શકે છે જેને આપણે સામાન્ય રીતે શરદ ગરમ કહીએ છીએ.

માટલા નું પાણી પીવાથી શરદી અને તાવ અને શરદ ગરમ થતું નથી.

Matla nu pani pivana fayda in Gujarati

માટલા નું પાણી પી એચ લેવલ ને નિયંત્રિત રાખે છે

માટી માં રહેલા ક્ષારીય ગુણ પાણી માં રહેલા ખરાબ તત્વોને દૂર કરીને પાણી ને શુધ્ધ બનાવી નાખે છે.

માટલામાં રહેલા ક્ષારીય ગુણો ને કરને શરીર નું પી એચ લેવલ નિયંત્રિત રહે છે. પી એચ લેવલ ઓછું વધારે થવાથી ત્વચા ખરાબ થઇ શકે છે.

માટે જ સૌન્દર્ય પ્રસાધનો માં પી એચ લેવલ વિષે માહિતી આપવામાં આવે છે.

માટલા નું પાણી લોહીની ઉણપ ને દૂર કરે છે

માટલાના પાણીમાં કેલ્શિયમ ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે જે આપણા શરીર માં લોહીની ઉણપ દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે અને આપણા લોહીને શુધ્ધ કરે છે.

મેટાબોલીઝ્મ માં સુધારો લાવે છે

માટીના વાસણ માં રાખેલું પાણી પીવાથી શરીર ને કુદરતી મેટાબોલીઝમ પ્રણાલી ને મજબૂત બનાવે છે.

તેનું એક કારણ એ પણ છે કે માટી માં કોઈ પણ પ્રકાર ના ઝેરીલા તત્વો હોતા નથી.

વાત્ત-પિત્ત ને કંટ્રોલ માં રાખે છે માટલાનું પાણી

ઉનાળામાં ઘણા વ્યક્તિઓ ફ્રીઝ નું કે બરફ નાખેલું પાણી પિતા હોય છે. પરંતુ ફ્રીઝના પાણી ની તાસીર ગરમ હોય છે.

આ ફ્રીઝ નું પાણી પીવાથી વાત્ત અને પિત્ત ની સમસ્યા થઇ શકે છે અને ગળું ખરાબ થઇ શકે છે.

માટલા નું પાણી બહુ ઠંડુ હોતું નથી તેથી વાત્ત ની સમસ્યા થતી નથી.

માટલા માં રાખેલું પાણી કઈ રીતે ઠંડુ થાય છે?

માટીમાં અત્યંત નાના નાના છિદ્રો હોય છે. જે આપણે નરી આંખે જોઈ શકતા નથી.

આ નાના નાના છિદ્રો દ્વારા પાણી બાષ્પ બની ને નીકળતું રહે છે.

આ પ્રક્રિયા ખુબ જ ધીમી હોય છે જેથી આપણને એનો ખ્યાલ આવતો નથી અને માટલા માં અંદર નું પાણી નું તાપમાન ઠંડુ થઇ જાય છે અને બહારનું તાપમાન વધી જતું હોય છે

તેના કારણે માટલા માં રાખેલું પાણી ઠંડુ થઇ જાય છે.

પ્રથમ વખત માટલાનો કઈ રીતે ઉપયોગ કરવો

જયારે તમે પહેલું વાર નવું માટલું ખરીદો છો ત્યારે તેમાં સીધુજ જ પાણી નાખીને તે પાણી નો પીવામાં ઉપયોગ કરવો નહિ.

પહેલા તો મત્લાને સારી રીતે કોરા કપડા થી સાફ કરી લેવું અને તેમાં પાણી આખી રાત ભરીને રાખી દો.

પ્રથમ વખત ઉપયોગ કરતી વખતે માટલા ને બિલકુલ પણ ઘસીને સાફ કરવું નહિ. ફક્ત તેમાં પાણી ભરીને રાખી દેવું. બીજા દિવસે સવારે તે પાણી ને ફેકી દઈ ને માટલા ને સાફ કરીને તેમાં નવું પાણી ભરી લેવું.

ઉનાળા માં જયારે વધે ગરમી પડતી હોય છે ત્યારે માટલા ની ફરતે કોટન નું કપડું અથવા કંતાન બાંધી ને રાખી દેવું અને થોડા થોડા કલાકે તેને ભીંજવતા રહેવું. આમ કરવાથી માટલા નું પાણી વધારે ઠંડુ થાય છે.

માટલા ને સંબંધિત મુજ્વતા પ્રશ્નો

માટી ના માટલા ને અંગ્રજી મા શું કહેવાય? | માટલું in english

માટલા ને અંગ્રજી મા Pot, Earthen pot તરીકે ઓળખવામા આવે છે

માટલામાં રાખેલું પાણી કેમ ઠંડુ રહે છે?

બાષ્પોત્સર્જ્ન ની પ્રક્રિયા માં પરપોટા થતા નથી અને વાયુ ની ગતિવિધિ એકદમ ઝડપી બની જતી હોય છે જેને આપણે જોઈ શકતા નથી અને આ રીતે માટલા ની અંદર નું તાપમાન ઠંડુ રહે છે જે પાણી ને ઠંડુ રાખે છે અને બહાર નું તાપમાન ગરમ રહે છે.

માટલા નું પાણી ઠંડુ કઈ રીતે રાખી શકાય?

જયારે તમે નવું માટલું લઈને આવો છો તો તે માટલા ને બિલકુલ ઘસી ને ધોવું નહિ, તેમાં એમને એમ જ પાણી ભરીને રાખી દેવું. આખી રાત પાણી ભરીને રાખવું, માટલા માં પાણી ભરતા પહેલા માટલા ની ફરતે કોટન નું કપડું અથવા કંતાન બાંધીને તેને પલળતા રહો અને પછી માટલા માં પાણી ભરો.

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી માટલાનું પાણી પીવાના ફાયદા આપ સર્વે ને પસંદ આવી હશે તેથી આવીજ બીજી ખુબજ ઉપયોગી માહિતી નીચે લીંક આપેલ છે તે પણ વાંચો

કીવી ફળ ના ફાયદા | કીવી નો ઉપયોગ વિવિધ સમસ્યાઓ મા કરવાની રીત | kiwi khavana fayda | kiwi fruit benefits in Gujarati

તાડફળી ના ફાયદા જેને ગલેલી, તફડા, તાડ ગોલા નામે પણ ઓળખવામાં આવે છે | Taad fadi na fayda in Gujarati

કોળા ના ફાયદા અને નુકશાન | કોળા નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | Pumpkin benefits in Gujarati

એસીડીટી થવાના કારણો | એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર કરવાની રીત | Acidity na gharelu upchar | Acidity dur karvana upay

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement