Advertisement
Home Health & Fitness કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela...

કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela na fayda

કારેલા ના ફાયદા - Karela na fayda - karela benefits in Gujarati
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે માહિતી આપીશું કારેલા વિશે, કારેલા ના ફાયદા અને નુકશાન , કારેલા ના ઘરેલું ઉપચાર વિશે માહિતી,Karela na fayda, karela benefits in Gujarati,Momordica charantia benefits in Gujarati.

કારેલા ના ફાયદા

સ્વાદમાં કડવા પણ ગુણ માં પરમ હિતકારી, ઘણા પ્રાચીનકાળથી શાક તરીકે ઉપયોગ થનાર, ભારત માં બધે ઠેકાણે મળી આવતા એવા એક વેલાની આજે તમને માહીતી આપીશું. જેનું નામ છે કારેલા.

કારેલા લીલા અને પાકી જાય ત્યારે લાલ રંગ ના થઇ જાય છે. કારેલાનો કડવો રસ તેની વિશિષ્ઠતા છે.

આપણા શરીર માં જેમ ખાટા, ખારા, તીખા, તુરા અને ગળ્યા રસની જરૂર છે તેમ કડવા રસની પણ જરૂર છે. જેનાથી આપણા શરીર ની ક્ષમતા જળવાઈ રહે છે.

કારેલા ના ફાયદા ડાયાબીટીશ માટે

કુમળા કારેલા ના કટકા કરી, છાયે સુકવી, બારીક ખાંડી, દરરોજ એક-એક ચમચી સવાર-સાંજ ચાર મહિના સુધી લગાતાર લેવાથી ડાયાબીટીશ માં ગજબ નો ફાયદો જોવા મળશે.

કારેલા ના ફાયદા સાંધાના વા મા

કાચા કારેલા ને પીસીને રસ કાઢીને ગરમ કરી લો. અને આનો લેપ દુખાવા વાળી જગ્યા એ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે.

તેના સિવાય પણ પાકા કારેલાનાં રસ માં રાઈ અને સ્વાદ અનુસાર સિંધા નમક મિલાવીને પીવાથી રાહત મળે છે

કારેલા અંદર રહેલા ગુણો વિશે માહિતી

કરેલાં વિટામીન-એ વધારે પ્રમાણ માં , વિટામીન-સી થોડા પ્રમાણ માં, તેમજ તેની અંદર આયરન અને ફોસ્ફરસ પણ છે. આયરન લીવર અને લોહી માટે ખાસ ઉપયોગી છે. ફોસ્ફરસ હાડકા, દાંત, મગજ અને બીજા શારીરિક અવયવો માટે જરૂરી છે.

ચાલો આવા કડવા કારેલા ના મીઠા ગુણો અને ઘરગથ્થું ઉપાયો આજે તમને જણાવીએ

કારેલા ના ઘરગથ્થું ઉપાયો

કારેલા ના પાન વાટી ને તેની માલીશ કરવાથી ત્વચા રોગ માં ફાયદો થાય છે. તથા તેના રસ ને આગ થી દાઝી ગયેલ જગ્યા એ લગાવવાથી ફાયદો થાય છે.

karela na fayda કારેલાના મૂળ ને પીસીને ખુજલી અને ફોલ્લીઓ પર લગાવવાથી અને તેનો લેપ કરવાથી ફાયદો થાય છે.

કારેલા ના પાન નો રસ થોડા ગરમ પાણી સાથે આપવાથી પેટ માં રહેલા કૃમિ, કીડા મરી જાય છે. કારેલા ના મૂળ ને પાણી માં ઘસીને પીવડાવવાથી શરીરે પારો ફૂટી નીકળ્યો હોય તો આરામ થાય છે.

કારેલા ના પાન નો રસ અને હિંગ મિક્ષ કરીને પીવાથી પેશાબ છૂટ થી આવે છે.

તથા કારેલા ના રસ માં હળદર ભેળવીને પીવાથી શીતળા ના રોગ માં ફાયદો થાય છે,karela benefits in Gujarati.

કારેલા ના ઘરેલું ઉપચાર

શ્વાસનળી માં થતી બળતરા રોકવા માટે કારેલા ના રસ માં મધ ભેળવીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

કારેલાનાં પાન છુંદી, તેનો રસ કાઢી પહેલા આશરે ૫ ગ્રામ અને ધીમે ધીમે આ માત્રા વધારતા જવી .

આ મિશ્રણ ને પીવાથી પેટ માં પાણી ભેગું થયું હોય, લીવર ની બીમારી હોય, તો તેમાં ફાયદો થાય છે અને ભૂખ લાગે છે, અને ખોરાક નું પાચન થાય છે અને લોહી વધે છે.

કારેલાના ૩ બીજ અને ૩ કાળા મરી પાણી સાથે પથ્થર પર ઘસીને બાળકોને પીવડાવવાથી તીવ્ર ઉલટી બંધ થાય છે.

Karela na fayda ane gharelu upchar

કારેલાં ના ફૂલ અથવા પાંદ ને ઘી માં શેકીને સિંધા નમક મેળવીને ખાવાથી એસીડીટી ને લીધે ખાધા પછી જો ઉલટી થતી હોય તો તે મટી જાય છે.

મેલેરિયા તાવ મા કારેલા ના પાંદ ખુબ જ ફાયદાકારક છે. કારેલા ના ૩ પાંદ અને ૩ કાળા મરી ભેગા કરીને વાટી ને આપવાથી તાવ માં જલ્દી જ રાહત થઇ જાય છે.

કારેલા ના પાંદ પિત્ત ને નાશ કરે છે. એના માટે કારેલા નાં રસ માં સિંધા નમક નાખીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

જોર જોર બોલવાથી ગળું બેસી ગયું છે અને અવાજ બરાબર નીકળતો નથી તો ૫ ગ્રામ કારેલા ની છાલ ને પેસ્ટ બનાવીને મધ અથવા ૫ ગ્રામ તુલસી ના રસ સાથે પીવાથી તરતજ ફાયદો થાય છે.

ગળામા જો સોજો આવી ગયો છે તો કારેલા ને સરકા માં પીસી લો. ગરમ કરીને આ લેપ લગાવવો. ગળામાં આવેલો સોજો મટી જાશે.

કારેલા ના ફાયદા અને ઘરેલું ઉપચાર

karela na fayda કારેલા ની છાલ ની પેસ્ટ બનાવીને તેમાં સાકર, અને તુલસીનો રસ મિલાવીને પીવો. શ્વાસ સંબંધિત રોગ, શરદી, અને કફ માં તરત જ ફાયદો થાય છે.

કારેલા ના તાજા ફળ અથવા પાંદડાને કુટી ને રસ કાઢી લ્યો. હવે આ રસ ને નવસેકું ગરમ કરીને ૧ થી ૨ ટીપાં કાન માં નાખવાથી કાન ના દર્દ માં ફાયદો થાય છે.

૨૦ થી ૩૦મિલી કારેલા ના મૂળ નો કાળો બનાવી લો. આને તલના તેલ સાથે પીવાથી કોલેરા ના રોગ માં ફાયદો થાય છે.

૧૦ થી ૧૫ મિલી કારેલા ના પાંદડા ના રસ માં ૧ ગ્રામ સુંઠ, ૫૦૦ ગ્રામ કાળા મરી, અને ૫૦૦ ગ્રામ પીપળીમૂળ ના ચૂર્ણ ને મિલાવી લો. આ રસ ને દિવસ માં ત્રણ વાર પીવાથી માસિકધર્મ ને લગતી તમામ સમસ્યા દૂર થઇ જાય છે.

Karela benefits in Gujarati

ઘણી વ્યક્તિઓ તળિયા ની બળતરા થી ખુબ જ પરેશાન હોય છે. આ પરેશાની ઉનાળા માં વધારે થતી હોય છે. ત્યારે કારેલા ના પાંદડા ના રસ ને તળિયે લગાવવાથી આરામ મળે છે.

કારેલા નું સેવન બવાસીર માં ખુબ જ ફાયદેમંદ છે. બવાસીર માં કારેલા ની છાલ અને મુળિયા ને ઘસીને લેપ કરીને મસા પર લગાવો, અચૂક ફાયદો થશે.

આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં શાક તરીકે કારેલા નો ઉલ્લેખ મળી આવે છે, પરંતુ ઔષધ રૂપે તેનો ખુબ જ ઓછો ઉપયોગ થયો લાગે છે. કારેલાં ની મોસમ માં જેમ બને તેમ વધુમાં વધુ કારેલા ખાઈ લેવા જોઈએ.

કારેલા નું શાક આમવાત, વાતરક્ત, લીવર અને ત્વચારોગમાં ખુબ જ ફાયદેમંદ છે. ડાયાબીટીશ માટે કારેલા ને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. રોજ સવારે કારેલા નો રસ પીવાથી ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો થાય છે.

કારેલા ને ખાવથી થતા નુકસાન.

karela -કારેલા લેતા સમયે ખાસ જોવું કે તે તાજા જ છે કે નહિ. કારણકે પાકેલા કારેલા કોઈ પણ ઉપયોગ માં આવતા નથી.

વધારે પડતા કારેલા નો ઉપયોગ કરવો નહિ, તેનાથી ઝાડા ની સમસ્યા થઇ શકે છે.

ગર્ભવતી સ્ત્રીઓએ કારેલાંનો વધુ ઉપયોગ કરવો નહિ. કારણકે આમાં સમય થી પહેલા બાળકનો જન્મ થવાનો સંભવ રહે છે.

દિવસ માં માત્ર એક થી બે જ કારેલા ખાવા જોઈએ. નહિતર પેટમાં દુખાવો થઇ શકે છે.

કારેલા વિષે કેટલાક મુજવતા પ્રશ્નો

Karela in English

કારેલા ને અંગ્રેજી મા Momordica charantia અને Bitter melon તરીકે ઓળખવામાં આવે છે

કારેલા નો જ્યુસ ક્યારે પીવો જોઈએ ?

કારેલા ની અંદર ખુબજ સારા પ્રમાણમાં વિટામિન્સ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે માટે કારેલા નો જ્યુસ ને સવારે નાસ્તા પહેલા પીવું આયુર્વેદ મા યોગ્ય માનવામાં આવ્યું છે

કારેલા ની તાસીર કેવી હોય છે ?

કારેલા ની તાસીર ઠંડી હોય છે અને તે પચવામાં પણ હલકું હોય છે

કારેલા મા ક્યાં વિટામિન્સ હોય છે ?

કારેલા ની અંદર વિટામીન એ, વિટામીન સી હોય છે તેમજ તેની અંદર ફોસ્ફરસ અને આયરન પણ ભરપુર હોય છે

અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી કરેલા ના ફાયદા અને નુકસાન, કરેલા ના ઘેલું ઉપચાર મા ઉપયોગ વિશે માહિતી, karela na fayda,karela benefits in Gujarati વિશે તમારો અભિપ્રાય અચૂક જણાવશો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આંબા હળદર નું સેવન કરવાના ફાયદા | Aamba Haldar na fayda

કાચા બટાકા નો રસ પીવાથી મળે છે સ્વાસ્થ્ય ને ૮ ફાયદા

ગળા ના ફાયદા | ગીલોય ના ફાયદા | Giloy benefits in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version