Advertisement
Home Yummy Recipes ઘરે બનાવો સ્વાદિષ્ટ ગાજર નો હલવો એ પણ માવા વગર – gajar...

ઘરે બનાવો સ્વાદિષ્ટ ગાજર નો હલવો એ પણ માવા વગર – gajar no halvo

Gajar no Halvo banavani rit - ગાજર નો હલવો બનાવવા ની રેસીપી - gajar no halvo recipe in Gujarati
Image - Youtube - CookingShooking Hindi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ગાજર નો હલવો જેમાં આપણે માવા નો ઉપયોગ કરવાના નથી, તો ચાલો જોઈએ, gajar no halvo recipe in Gujarati , Gajar no Halvo banavani rit, ગાજર નો હલવો રેસીપી.

Gajar no Halvo banavani rit

ગાજર નો હલવો બનાવવા માટે નીચે મુજબ ની સામગ્રી જોઈશે 

  • ૧ કિલો ગાજર
  • ૨-૩ ગ્લાસ દૂધ ફુલ ક્રીમ વાળુ
  • ૨ કપ ખાંડ(ખાંડ તમારા સ્વાદ મુજબ ઓછી વધુ કરી સકો/ 100ml કંડેસં મિલ્ક / 2 કપ છીણેલ ગોળ)
  • ૧ કપ ઘી
  • ૩-૪ એલચી નો ભૂકો
  • અડધો કપ કાજુ, પિસ્તા, બદામ ની કતરણ

ગાજર નો હલવો રેસીપી 

ગાજરનો હલવો બનાવવા સૌપ્રથમ ગાજરની પાણીમાં બરોબર સાફ કરી  તેની છાલ ઉતારી છીણી વડે મોટી મોટી છીણી લો

ત્યારબાદ એક કઢાઈમાં ચાર-પાંચ ચમચી ઘી લઈ ગરમ કરો ત્યારબાદ તેમાં કાજુ બદામ અને પીસ્તા ની કતરણ ને સેકી  કાઢી લ્યો  – Gajar no Halvo banavani rit

હવે એ જ કડાઈમા એક કપ ઘી નાખી તેમાં છીણેલું ગાજર નાખી પાંચથી દસ મિનિટ મીડીયમ તાપે શેકી લો ત્યારબાદ તેમાં ૨ ગ્લાસ દૂધ ઉમેરી બરોબર મિક્સ કરી ૧૫-૨૦ મિનિટ સુધી  દૂધ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ગાજરને હલાવતા રહી શેકાતા રહો ત્યાર બાદ તેમાં એલચી નો ભૂકો નાખી હલાવી લ્યો

હવે તેમાં ખાંડ નાખી ફરી થી હલાવી ને ૫-૭ મિનિટ ચડાવો ગાજર નો હલવો બરોબર ચડી જાય એટલે ફરી ૧-૨ ચમચી ઘી નાખી સેકો ત્યાર બાદ તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ નાખી ગરમ ગરમ પીરસો – gajar no halvo recipe.

રેસીપી વિડીયો :

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa

વિડીયો: મગદાળ હલવો Magdal no Halvo recipe in Gujarati

Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

 ઘરે બનાવો રાજસ્થાની દાલ બાટી ચુરમા- Rajasthani dal bati churma

 ઘરે બનાવો હેલ્ધી મગદાળ ની ઇડલી – Healthy Moong dal Idli

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version