Advertisement
Home Yummy Recipes ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani recipe | ચોરાફરી બનાવવાની રીત

ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani recipe | ચોરાફરી બનાવવાની રીત

ચોળાફળી બનાવવાની રીત - chorafali banavani recipe - ચોરાફરી બનાવવાની રીત
Image credit – Youtube/Sheetal's Kitchen - Gujarati
Advertisement

ટેસ્ટી ચોળાફળી બનાવવાની રીત – chorafali banavani recipe શીખીશું. કોઈ પણ ત્યોહાર પર કે દિવાળી પર એક વાર ચોળાફળી જરૂર બનાવો, do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ  ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકદમ ફેલેલી અને ક્રિસ્પી બને છે. જે પણ કોઈ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. સાથે આજે આપણે ચોળાફળી સાથે ખવાતી ગ્રીન ચટણી પણ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ચોરાફરી બનાવવાની રીત શીખીએ.

ચોળાફળી બનાવવા માટેની સામગ્રી

  • અડદ દાળ 100 ગ્રામ
  • બેસન 100 ગ્રામ
  • પાણી ¾ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ 2 ચમચી
  • બેકિંગ સોડા ¾ ચમચી

ચોરાફરી ઉપર છાંટવાનો મસાલા ની સામગ્રી

  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • સંચળ પાવડર ⅓ ચમચી

ચોળાફળી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • બેસન 4 ચમચી
  • પાણી ½ કપ
  • લીલાં ધાણા ½ કપ
  • ફુદીનો ¼ કપ
  • આદુ 1 ઇંચ
  • લીલું મરચું 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ખાંડ ¼ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • મરી પાવડર ½ ચમચી

ચોળાફળી બનાવવાની રીત | chorafali recipe in gujarati | ચોરાફરી બનાવવાની રેસીપી | ચોરાફરી બનાવવાની રીત

ચોળાફળી બનાવવા માટે સૌથી પહેલાં અડદ ની દાળ ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક કપડાં માં પાથરી ને સુખવી દયો. ત્યાર બાદ તેને બે થી ત્રણ મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને પીસી ને પાવડર બનાવી લ્યો.

એક બાઉલમાં ચાળી ને બેસન લઈ લ્યો. હવે તેમાં અડદ નો લોટ પીસી ને રાખ્યો હતો તે ચાળી ને લઇ લ્યો.

હવે એક તપેલી માં પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર મૂકી તેને થોડું ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

લોટ માં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગરમ કરી ને રાખેલું પાણી થોડું ઠંડું થાય ત્યારે લોટ માં થોડું થોડું કરીને નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.

ધસતા થી ટીપી ને લોટ ને એકદમ સોફ્ટ કરી ને બાંધી લેવો. ત્યાર બાદ તેના નાના નાના લુવા બનાવી ને એક બાઉલ માં લઇ લેવા. લુવા માં થોડું તેલ લગાવી ને ઢાંકી ને રાખવા જેથી લુવા સુકાઈ ના જાય.

તેમાંથી એક લુવો લઈ તેની સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી કિનારી ને છોડી ને સીધા ચાર થી પાંચ કટ લગાવી લ્યો. આવી રીતે બધી ચોળાફળી વણી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય ત્યાં સુધી ચોળાફળી ઉપર છાંટવા નો મસાલો તૈયાર કરી લઈએ.

મસાલો તૈયાર કરવા માટે એક કટોરી માં લાલ મરચું અને સંચળ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે ચોળાફળી ઉપર છાંટવા નો મસાલો.

હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં વણી ને રાખેલી ચોળાફળી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની બને તરફ મસાલો છાંટી દયો. આવી રીતે બધી ચોળાફળી બનાવી ને તૈયાર કરી લ્યો.

ચોળાફળી ની ચટણી બનાવવાની રીત | chorafali ni chutney banavani rit | ચોરાફરી ની ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં ચણા નો લોટ લ્યો. હવે તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બેસન વારુ પાણી નાખો. હવે આ મિશ્રણ થોડું થીક થઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને મિશ્રણ ને ઠંડું થવા દયો.

એક મિક્સર જારમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં , ફુદીના ના પાન, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું, લીલું મરચું, ખાંડ, લીંબુ નો રસ અને મારી પાવડર નાખો. હવે તેમાં બેસન નું મિશ્રણ નાખો. હવે તેમાં એક થી બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ચટણી.

તૈયાર છે આપણી ટેસ્ટી ચોળાફળી અને તેની સાથે ખવાતી ગ્રીન ચટણી. હવે તેને સર્વ કરો અને ટેસ્ટી ચોળાફળી ખાવાનો આનંદ માણો.

chorafali recipe notes

  • ચોળાફળી બનાવવા માટે અડદ ની દાળ નો તૈયાર લોટ પણ લઈ શકો છો.

chorafali banavani recipe | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તીખા ઘૂઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | makai na lot ni bafla bati banavani rit | makai na lot ni bafla bati recipe in gujarati

હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત | hot and sour soup banavani rit | hot and sour soup recipe in gujarati

મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa banavani rit | mini dry samosa recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version