Advertisement
Home Uncategorized ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegitable chila banavani...

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegitable chila banavani rit

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત - Chokha na vegitable chila banavani rit
Image credit – Youtube/Bhusanur.cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત – Chokha na vegitable chila banavani rit શીખીશું. do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube  If you like the recipe આ ચીલા તમે સવાર સવાર માં નાસ્તા માં બનાવી ને તૈયાર કરી એક પોસ્તિક નાસ્તો તમારા ઘરના સભ્યો ને ખવડાવી શકો છો તો ચાલો જાણીએ ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલું ગાજર 4-5 ચમચી
  • છીણેલું બટાકુ 1
  • ચોખા 1 કપ
  • ઝીણા સમારેલા ટામેટા 1 નાનું
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 નાની
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ઝીણી સુધારેલી પાનકોબી 4-5 ચમચી
  • ઝીણું સમારેલું કેપ્સીકમ 4-5 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • વઘાર માટેની સામગ્રી
  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત

Chokha na vegitable chila – ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ રાત્રે ચોખા ને બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી પલાળી મૂકો જો તમારે સાંજે નાસ્તા માં બનાવવા હોય તો ચોખા ને સવારે પલળવા

ચોખા ઓછામાં ઓછો ત્રણ ચાર કલાક પલાળી મુકવા ત્યાર બાદ ચોખાનું પાણી નિતારી મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને થોડું થોડુ કરી પા કપ પાણી નાખી સ્મુથ પીસી લ્યો ઢોસા માટેનું મિશ્રણ હોય એવું ઘટ્ટ પીસી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો

હવે એક વઘારિયા માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, સફેદ તલ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી નાખો અને એમાં ચીલી ફ્લેક્સ નાખી ને તૈયાર વઘાર ને પીસેલા ચોખા માં નાખો

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને છીણેલું ગાજર, છીણેલું બટાકુ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલ પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા અને મરી પાઉડર  નાખી બરોબર મિક્સ કરો

હવે ગેસ પર તવી કે પેન માં તૈયાર મિશ્રણ ને કડછી એક નાખી એક સરખું ફેલાવી દયો અને સાઈડ માં તેલ નાખી ઢાંકી એક બાજુ મિડીયમ તાપે ગોલ્ડન શેકો ત્યાર બાદ તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ બરોબર શેકી લ્યો આમ બધા ચીલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ચોખા ના વેજીટેબલ ચીલા.

Chokha na vegitable chila banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બનાના કર્ડ સ્મૂથી બનાવવાની રીત | banana curd smoothie banavani rit

મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત | mix farsan raitu banavani rit

રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati

રસાવાળા બટાકા નું શાક બનાવવાની રીત | rasa vada batata nu shaak banavani rit | rasa vada batata nu shaak recipe in gujarati

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll banavani rit | Samosa roll recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version