BMW તેની સસ્તા બજેટ ની BMW G310R અને BMW G310GS બાઈક લાવી રહ્યું છે ભારત માં

BMW-G310R-G310GS-India-Launch

BMW Motorrad જુલાઈ 2018 માં ભારતમાં તેની G310R અને G310GS મોડેલ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ બંને 310 સીસી મોટરસાયકલો કંપનીના ‘Smart cc Bikes’ અંતર્ગત ભારત મા લૌન્ચ કરવામાં આવશે. બન્ને નવી બાઈક્સ ભારતમાં બીએમડબલ્યુ મોટર્રેડના હાલના ડીલર નેટવર્ક્સ દ્વારા વેચવામાં આવશે.

bmw G310R
BMW G310R

BMW Motorrad ડીલરશિપ નવા ‘Smart cc Bikes'( સ્માર્ટ સીસી બાઇક ) સેગમેન્ટને નિયંત્રિત કરવા માટે ડેડીકેટેડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ ની નિમણૂક કરશે. વેચાણ અને સર્વિસ તાલીમ જૂનના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે.

bmw G310R features
BMW G310R

BMW Motorrad ની બંને બાઈક્સ કંપની ની નાના સેગ્મેન્ટ મોટરસાઇકલ્સ છે. G310R અને G310GS બંને બેંગ્લોરની નજીક હોસૂરમાં ટીવીએસ પ્લાન્ટમાં ઉત્પાદન કરશે.

BMW G310GS
BMW G310GS

ઉપરાંત, બન્ને બાઇકો અંદર એક જેવાજ 313 સીસી, સિંગલ સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન લગાવામાં આવશે જે TVS Apache RR310 ની અંદર લગાવામાં આવ્યું હતું. આ એન્જિન 34bhp અને 28Nm ટોર્કનું ઉત્પન કરે છે અને તેની સાથે ૬ સ્પીડ ટ્રાન્સમિશન લગાવામાં આવ્યું છે.

bmw G310GS features
BMW G310GS

BMW G310R અને  G310GS  બંનેને 2018 ઓટો એક્સ્પોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. BMW G310R એ સ્ટ્રીટ બાઈક છે, જ્યારે G310GS એક એડવેન્ચર બાઈક છે. બંને બાઈક્સ તેના સ્પેરપાર્ટસ TVS Apache RR310 નો ઉપયોગ કરશે આ સ્પેરપાર્ટસ માં આગળના ભાગના ફોર્ક્સ અને પાછળના ભાગના મોનોશોકનો સમાવેશ થાય છે સાથે સાથે તેમાં ડ્યુઅલ ABS બ્રેક્સ દરેક મોડેલ માં હશે અને ડિસ્ક બ્રેક્સ બન્ને બાજુએ હશે. BMW G310GS ની અંદર લાંબી તથા ઓફરોડીંગ માટે લાંબા સસ્પેન્શન નાખવામાં આવશે.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે