Advertisement
Home Yummy Recipes ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak recipe...

ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak recipe in gujarati

ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત - bharela parval nu shaak recipe in gujarati - bharela parval nu shaak banavani rit gujarati ma
Image credit – Youtube/Nisha Madhulika
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nisha Madhulika  YouTube channel on YouTube આજે આપણે ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત – bharela parval nu shaak banavani rit gujarati ma શીખીશું. ભરેલા શાક ખૂબ ટેસ્ટી લાગે છે ને એમાં ભરેલ પરવળ નો સ્વાદ તો ખૂબ સારો લાગતો હોય છે હાલ બજારમાં પરવળ ખૂબ સારી આવે છે તો આજ ભરેલા પરવળ બનાવવાની રીત – bharela parval nu shaak recipe in gujarati શીખીએ એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

ભરેલા પરવળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela parval nu shaak recipe ingredients

  • પરવળ 250 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • બેસન 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • તેલ જરૂર મુજબ

ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak recipe in gujarati

સૌ પ્રથમ પરવળ ને ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુથી ધસી ને ચાલને છોલી લ્યો ને ફરી પાણીથી ધોઈ લ્યો

હવે ચાકુ થી બને બાજુ ની દાડી કાપી નાખી એક લાંબો કાપો કરી અંદર નો પલ્પ કાઢી લ્યો પલ્પ ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા  આદુની પેસ્ટ ને ચારી ને બેસન નાખો ને બેસન ને બે ત્રણ મિનિટ શેકો

બેસન શેકવા આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, વરિયાળી પાઉડર, ગરમ મસાલો નાખીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પરવળ નો જે પલ્પ કાઢ્યો તો એ નાખો ને ફરી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી તૈયાર મસાલો બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો

હવે મસાલો ઠંડો થાય એટલે પરવળ લ્યો એમાં જ્યાં કાપો મૂક્યો તો ત્યાં તૈયાર મસાલો બરોબર ભરી લ્યો આમ બધી પરવળ ભરી ને તૈયાર કરી લેવી

હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી પરવળ ને એમ નાખો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડવો ત્રણ મિનિટ પછી ચમચા થી પરવળ ને બીજી બાજુ ફેરવી ફરી ઢાંકણ ઢાંકી ત્રણ મિનિટ ચડવો આમ ત્રણ ચાર વાર ત્રણ ત્રણ મિનિટ પરવળ ને ફેરવતા જઈ ચડાવી લ્યો

બધી બાજુથી પરવળ ચડી જાય એટલે બચેલો મસાલો એના પર નાખો ને અડધો થી પોણો કપ પાણી નાખી ઢાંકી ને ચાર મિનિટ ધીમા તાપે ચડવા દયો ચાર મિનિટ પછી ચમચા થી ચેક કરો પરવળ ચડી ગઈ હોય તો ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો

જો તમારે પરવળ ને શેકવી ના હોય તો ભરેલી પરવળ ને કડાઈમાં એક બે  ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણીમાં ભરેલી પરવળ મૂકી પંદર વીસ મિનિટ વરાળ માં બાફી લ્યો ત્યાર બાદ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ જીરુ અને તલનો વઘાર કરી તેમાં હિંગ નાખી બાફેલી પરવળ ને ત્રણ ચાર મિનિટ શેકી લ્યો તૈયાર છે ભરેલા પરવળ

bharela parval nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nisha Madhulika ને Subscribe કરજો

નીચે પણ બીજી ફરાળી રેસીપી ની લીંક છે જે અચૂક  એક વાર જુવો

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version