Advertisement
Home Yummy Recipes બિલી ફળનો સરબત બનાવવાની રીત | bili fal no sarbat banavani rit

બિલી ફળનો સરબત બનાવવાની રીત | bili fal no sarbat banavani rit

apple wood juice - bili fal juice - બિલી ફળ નો સરબત
Advertisement

આજ આપણે ગુણોથી ભરપૂર સ્વાદમાં મજેદાર તેમજ સ્વાસ્થય માટે સારો એવું શરબત જેના ગુણો વિષે ચર્ચા કરતા શબ્દો ઓછા પડે તેમ છે આજે આપણે બનાવીશું બિલ્વપત્રના ફળનું શરબત, બિલી ફળ નો સરબત,wood Apple Juice.

બિલી ફળ નો સરબત

હાલના સમયમાં જ્યારે આપણે શરીરમાં ઇમ્યુનિટી વધારી વાઈરસના ચેપમાં થી બચવાની સલાહ આપવામાં આવે છે ત્યારે આ બિલ ફળ કુદરતી રીતે વાયરલ અને બેક્ટેરીયલ ચેપ સામે લડે છે તેમજ શરીરમાંથી ગરમીનું પ્રમાણ ઓછું કરી બળતરા ઘટાડે છે અને અનેક રોગો માટે ઘણો ઉપયોગી માનવામાં આવે છે.

બિલ્વફળ કબજીયાત, ઝાડા, અપચો, જેવી ઘણી બીમારીઓમાં ઉપયોગી સાબિત થયેલ છે તેમજ આપ ફળમાં ખૂબ માત્રામાં ફાઈબર મળી આવે છે તેમજ આ ફળના સેવનથી વજન ઘટાડવામાં પણ ઘણું મદદરૂપ થાય છે

આમ જોઈએ તો આ બિલ્વપત્ર  ઘણી રીતે સેવન કરી શકાય કે તેના પાંદડાં ,થડ ,ફળ વગેરેનું અલગ-અલગ બીમારીઓ માં સેવન કરવામાં આવે છે પરંતુ આજે આપણે બીલીપત્ર ના ફળ માંથી બનતા  સરબત વિશે ચર્ચા કરીશું

બીલી ફળ નો સરબત માટે જરૂરી સામગ્રી નીચે પ્રમાણે છે

  • બિલ્વપત્રનું ફળ
  • સંચળ પાવડર
  • ખાંડ અથવા ગોળ
  • 10 થી 15 ફુદીનાનાં પાંદડાં
  • બે મીડિયમ સાઇઝના લીંબુનો રસ

બિલી નો સરબત બનાવવાની રીત બનાવવાની રેસીપી

બિલ્વપત્રના ફળ ને ધસ્તા વડે તોડી એક મોટી તપેલીમાં ચમચી વડે તેનો પલ્પ કાઢી લેવો ત્યારબાદ તેમાં ૩ થી ૪ ગ્લાસ પાણી ઉમેરી તેમાં અડધો કપ ખાંડ ઉમેરી સંચળ નાખી

ફુદીનો ક્રશ કરી તેમજ લીંબુનો રસ નીચોવી હાથ વડે બરોબર મિક્સ કરી બિલ્વ ફળના બીજ તથા રેસાને અલગ કરી લેવા ત્યારબાદ શરબતને ગરણી વડે ગારી લેવો.

તો તૈયાર છે બીલાનું શરબત, બરફના ટુકડા નાખી ઠંડો કરી તમે તેમજ તમારા કુટુંબીજનો સાથે પીવા  માટે એકદમ તૈયાર છે

આ સરબત ને તમે એક સાથે થોડો વધારે બનાવી ને ફ્રીજ માં બોટલ માં ભરી ને પણ રાખી શકો છો ને જ્યારે પણ પીવો હોય પી સકો છો ને મહેમાન ને પણ પીવડાવી સકો છો,બિલી ફળ નો સરબત.

નોધ: ડાયબિટિશ તથા અન્ય બીમારી હોય તેવા વ્યક્તિઓ એ ડોક્ટર ની સલાહ લીધા પછી ઉપયોગ કરવો હિતાવહ છે,.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati |dal pakwan banavani rit

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | પાણીપુરી ની પુરી બનાવવાની રીત

મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur ladoo recipe in gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version