Advertisement
Home Yummy Recipes બટાટા બાફ્ય વગર આલુ પરાઠા | Batata bafya vagar aloo paratha banavani...

બટાટા બાફ્ય વગર આલુ પરાઠા | Batata bafya vagar aloo paratha banavani rit

બટાટા બાફ્ય વગર આલુ પરાઠા - Batata bafya vagar aloo paratha - બટાટા બાફ્ય વગર આલુ પરાઠા બનાવવાની રીત - Batata bafya vagar aloo paratha banavani rit
Image credit – Youtube/Suvidha Net Rasoi
Advertisement

ઘરે બટાટા બાફ્ય વગર આલુ પરાઠા બનાવવાની રીત – Batata bafya vagar aloo paratha banavani rit શીખીશું, do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે લોટ બાંધ્યા વગર અને બાફેલા બટેટા ના મિશ્રણ બનાવ્યા વગર કાચા બટેટા થી આલુ પરાઠા બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. આલુ પરાઠા ને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને સોફ્ટ આલું પરાઠા બનાવતા શીખીએ.

બટાટા બાફ્ય વગર સોફ્ટ સોફ્ટ આલુ પરાઠા બનાવવા જરૂરી સામગ્રી

  • બટેટા 2
  • તેલ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ધાણા પાવડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાવડર ½ ચમચી
  • ઘઉં નો લોટ 1 ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1

બટાટા બાફ્ય વગર આલુ પરાઠા બનાવવાની રીત

કાચા બટેટા થી આલુ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને એક મોટી છની માં નાખી ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ ચમચા ની મદદ થી દબાવી ને પાણી કાઢી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં અજમો અને વરિયાળી ને થોડી કૂટી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ચીલી ફ્લેક્સ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ગ્રેટ કરીને રાખેલ બટેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને એક મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર અને આમચૂર પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઘઉં નો લોટ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. સરસ થી ગૂંથેલા લોટ જેવો લોટ તૈયાર થઈ જશે.

તે મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેનો એક લુવો બનાવી લ્યો. હવે તેને કોરો લોટ લગાવી ને સરસ થી વણી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલ પરાઠા નાખો. હવે તેને બને તરફ ઘી લગાવી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

ફરી થી એક લુવો બનાવી લ્યો. હવે તેને કોરો લોટ લગાવી ને સરસ થી વણી લ્યો. હવે તેની ઉપર ઝીણી સુધારેલી ડુંગળી છાંટો. હવે તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા છાંટો. હવે તેને વેલણ ની મદદ થી હલ્કા હાથે વણી લ્યો.

પરાઠા ને ડુંગળી વારો ભાગ તવી પર રહે તે રીતે નાખો. હવે તેને બને તરફ ઘી લગાવી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બને રીતે તમે આલું પરાઠા બનાવી શકો છો.

તૈયાર છે આપણા ટેસ્ટી અને સોફ્ટ આલું પરાઠા. હવે તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલું પરાઠા ખાવાનો આનંદ માણો.

Aloo paratha recipe notes

  • વઘાર માં તમે આખા ધાણા પણ નાખી શકો છો.

Batata bafya vagar aloo paratha banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક અને બેસન ની ટીકી બનાવી પાલક નું શાક બનાવવાની રીત | Palak nu shaak

બાજરા ના લોટના નૂડલ્સ બનાવવાની રીત | bajra na lot na noodles banavani rit

રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Exit mobile version